June 30, 2024

દિલ્હી-NCRમાં તાપમાન વધશે, આ રાજ્યોમાં વરસાદની આગાહી

દિલ્હી: હોળી આવી રહી છે આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં વધારો થશે. આ સાથે દેશના ઘણા રાજયમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આવો જાણીએ ક્યાં વિસ્તારમાં હવામાને શું કરી આગાહી.

હવામાન વિભાગની ચેતવણી
થોડા દિવસથી ગરમીમાં વધારો થયો છે. ગરમી વધવાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. પૂર્વ મધ્ય અને આસપાસના દ્વીપકલ્પના ભારતમાં વાવાઝોડાં, વીજળી અને કરા સાથે હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આજથી 5 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હળવી ઠંડી પડી રહી છે
હોળી પહેલા જ ઉત્તર ભારતમાં ગરમી પડી રહી છે. બપોરના તડકો અને સાંજ-સવારે ઠંડી પડી રહી છે. જોકે ઠંડી ધીમે ધીમે સમાપ્ત થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આજના દિવસે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, યાનમમાં આજે વરસાદ પડી શકે છે. બિહારમાં આગાહી કરવામાં આવી છે કે આજના દિવસથી લઈને હોળી સુધીમાં ભારે પવન અને હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હવામાનની આગાહી
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ હોય તેવું જોવા મળી રહ્યો છે. કારણ કે દિવસ દરમિયાન ખુબ ગરમી પડી રહી છે. જોકે હજુ પણ સાંજ-સવારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં તાપમાનમાં ભારે વધારો જોવા મળી શકે છે. આ મહિનો પુરો થતાની સાથે કાળઝાળ ગરમી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.