દિલ્હીની હાલત હદથી વધારે ખરાબ, AOI 450ને પાર
Delhi: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી વાયુ પ્રદુષણને લઇને લોકો હેરાન-પરેશાન થી ગયા છ. હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. પહાડો પર તાજી હિમવર્ષાથી શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં હળવો શિયાળો શરૂ થયો છે. આ સિવાય વિભાગની આગાહી મુજબ આ વખતે કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.
હાલમાં દિલ્હી-NCRમાં લોકો બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે. એક તરફ શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત નબળા સ્તરે યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
— RWFC New Delhi (@RWFC_ND) November 13, 2024
શ્વાસ લેવામાં તકલીફ થવી
હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી દસ દિવસમાં દિલ્હીના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. દોઢ ડિગ્રીનો થોડો ઘટાડો શક્ય છે. જો કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ થઈ રહ્યો છે. NH 24 પર સામાન્ય રીતે ઝડપાતા વાહનોની ગતિ પણ ઘણી ધીમી પડી ગઈ છે. NH 24 પર આવેલું અક્ષરધામ મંદિર લાઇટના ચમકારાને કારણે રાત્રે દૂરથી દેખાતું હતું, પરંતુ ધુમ્મસને કારણે અક્ષરધામ મંદિર સ્પષ્ટ દેખાતું નથી. ધુમ્મસની સાથે સાથે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
AQI 450 થી વધુ
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એપ સમીર અનુસાર, આજે દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક 432 છે, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. કેટલાક વિસ્તારોમાં AQI 450 થી ઉપર છે. માહિતી અનુસાર, આનંદ વિહારમાં 473, અશોક વિહારમાં 471, જહાંગીરપુરીમાં 470, પટપરગંજમાં 472, પંજાબી બાગમાં 459, નજફગઢમાં 460, નેહરુ નગરમાં 462, વિવેક વિહાર, 467 વાઝપુરમાં 470નો AQI નોંધાયો હતો.
આ પણ વાંચો: કટ્ટરપંથીઓની કઠપૂતળી બની ગયા મોહમ્મદ યુનુસ, શું બાંગ્લાદેશ ફરી બનશે પાકિસ્તાન?
તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના
ઉત્તર પ્રદેશમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે. રાજ્યમાં સવાર અને રાત્રે ધુમ્મસની અસર હવે જોવા મળી રહી છે. જો કે રાજ્યમાં ઠંડીની બહુ અસર નથી. પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જે બાદ ઠંડી વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાની અસર વધુ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ધુમ્મસની સાથે સાથે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો પ્રકોપ પણ વધવાની આશંકા છે.
વરસાદની આગાહી
અડધો નવેમ્બર વીતી ગયા બાદ બિહારમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ધુમ્મસના કારણે હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બિહારમાં આજે મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. હવામાન વિભાગે તામિલનાડુમાં 19 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 18 નવેમ્બરે, કેરળમાં 19 નવેમ્બરે અને કર્ણાટકમાં 18 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.