હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી ચાર દિવસ રહેશે આવું વાતાવરણ

Weather: હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. આગામી ચાર દિવસ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેર માટે આજે યેલો અલર્ટ સાથે 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: CBIને DB સ્ટોક સ્કેમમાં મળી મોટી સફળતા, DB સ્ટોક સ્કેમમાં પુષ્પજીત અને સંદીપ ગુપ્તાની ધરપકડ
આવતીકાલથી ફરી હિટવેવની આગાહી
15 થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હિટવેવની સાથે યેલો અલર્ટની આગાહી કરી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 7 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે.