ગુજરાતીઓ ગાત્રો થીજવતી ઠંડીથી ઠુંઠવાયા, કોલ્ડવેવની અસરથી કચ્છ થયું ઠંડુગાર
Ahmedabad: રાજ્યમાં ઠંડીને લઈને ગુજરાતીઓ ઠુંઠવાઈ ગયા છે. જ્યારે હજી બે દિવસ હાડ થીજવતી ઠંડીની અસર રહેશે. કોલ્ડવેવની અસરથી કચ્છ ઠંડુગાર બન્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટી શકે છે.
મળતી માહિતી અનુસાર ગુજરાતવાસીઓ ગાત્રો થીજવતી સાથે ઠુંઠવાયા છે. રાજ્યભરમાં પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીની અસર વધી છે. નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહે છે. તો
અમદાવાદ 13 ડિગ્રી, ગાંધીનગર 12.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. વડોદરા 10.2 ડિગ્રી ,રાજકોટ 12.4 ડિગ્રી નોંધાયું છે. ડીસા 11.8 ડિગ્રી ,પાલનપુર 12.2 ડિગ્રી, વેરાવળ 16.1 ડિગ્રી ,દ્વારકા 15.8 ડિગ્રી, સુરત 17 ડિગ્રી ,નર્મદા 14.2 ડિગ્રી, દાહોદ 11 ડિગ્રી ,મહેસાણા 13.2 ડિગ્રી, અમરેલી અને જૂનાગઢ 13.1 ડિગ્રી નોંધાયું છે. જોકે, ઠંડીથી રાહત મેળવવા લોકો વિવિધ કસરતો કરી રહ્યા છે. જ્યારે અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં વહેલી સવારે લોકો ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: અમારા પ્રોગામ કેમ નથી કરતો… લોકગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલો