June 28, 2024

હવે મળશે ગરમીથી રાહત! આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

Rain Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સિવાય તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં મેઘની ગર્જના સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકાળી ગયા હતા. ત્યારે આ વચ્ચે હવે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસસાદ પડવાની આગાહી છે. આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે કરવામાં આવી છે. આ સાથે જ આજે અમદાવાદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

વધુમાં આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, આજે સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી

  • 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી,ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
  • 15મી જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે
  • 16મી જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે
  • 17મી જૂનના રોજ વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી
  • 18મી જૂનના રોજ વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે
  • 19મી જૂનના રોજ દમણ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.