દિલ્હી-NCRના વાતાવરણમાં પલટો, બિહારમાં વરસાદ; 15 ફ્લાઈટ કરાઈ ડાયવર્ટ

Delhi: દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જોરદાર પવન ફૂંકાયો હતો, જેના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જ્યારે બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવા અને કરા પડવાથી 61 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને દરિયાકાંઠાના તમિલનાડુમાં રાત્રિ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ, મધ્યમ થી તીવ્ર વાવાઝોડું, ભારે પવન, વીજળી પડવાની શક્યતા છે.
વીજળી પડવાથી 61 લોકોના મોત
બિહારમાં કરા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે વીજળી પડવાથી 22 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓમાં નાલંદા જિલ્લામાં સૌથી વધુ 23 લોકોના મોત થયા. તે પછી ભોજપુર (છ), સિવાન, ગયા, પટના અને શેખપુરા (પ્રત્યેક ચાર), જમુઈ (ત્રણ) અને જહાનાબાદ (બે)નો ક્રમ આવે છે. ગોપાલગંજ, મુઝફ્ફરપુર, અરવાલ, દરભંગા, બેગુસરાય, સહરસા, કટિહાર, લખીસરાય, નવાદા અને ભાગલપુર જિલ્લામાં એક-એક મૃત્યુ થયું છે.
શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ગુરુવારના મહત્તમ તાપમાન કરતા 3.8 ડિગ્રી ઓછું છે. શુક્રવારે સાંજે રાજધાનીમાં ધૂળની આંધી અને ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પ્રતિકૂળ હવામાનની ચેતવણી આપી હતી અને દિલ્હી-એનસીઆર ક્ષેત્ર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચો: 118 રત્નકલાકારોના જીવ જોખમમાં મુકનાર ઝડપાયો, થયો મોટો ખુલાસો
શુક્રવારે સાંજે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 થી વધુ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે, દિલ્હી એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.