January 7, 2025

ધુમ્મસ અને કકડતી ઠંડી વચ્ચે દિલ્હી-NCRમાં વરસાદને લઈને યલો એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

Weather Update: ક્યારેક અચાનક ગાઢ ધુમ્મસ તો ક્યારેક વરસાદ… છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-NCRમાં હવામાન અચાનક બદલાઈ રહ્યું છે. શનિવાર કરતાં રવિવારે હવામાન સ્વચ્છ હતું. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે એટલે કે આજે ફરી એકવાર હવામાન બદલાઈ શકે છે. આજે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. આકાશ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 જાન્યુઆરીએ દિલ્હીમાં થોડું ઓછું ધુમ્મસ જોવા મળશે. 8 જાન્યુઆરીએ, હવામાન વિભાગે ગાઢ ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દિવસે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 7 થી 9 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં બુકિંગના નામે થઈ રહી રહ્યાં છે સાયબર ફ્રોડ, UP પોલીસે અવરનેસ માટે જાહેર કર્યો વીડિયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10-12 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ત્રાટકે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 07 અને 08 જાન્યુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે.