ભગવાન દ્વારકાધીશ અને રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ રંગચંગે ઉજવાયો

દ્વારકા: દ્વારકામાં ચૈત્ર સુદ અગિયારસના દિવસે ભગવાન દ્વારકાધીશ અને રુક્મિણીજીના વિવાહ ઉત્સવ રંગચંગે ઉજવાયો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલ ઉત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. જગતમંદિરથી લઇ સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગો પર તેનો વરઘોડો કાઢીને દ્વારકાના પૌરાણીક ભદ્રકાળી મંદિરે આ શોભાયાત્રા નીકળી હતી.

ચૈત્ર સુદ અગિયારસના દિવસે ભગવાન દ્વારકાધીશના લગ્ન માતા રુક્મિણીજી સાથે કરવામાં આવ્યાં હતા. યજમાન પરિવાર દ્વારા કન્યાદાન વિધી, ફેરાવિધિ કરવામાં આવી હતી. ચાંદીની ચલણી નોટના વરસાદ સાથે ભગવાન દ્વારકાધીશનો વરઘોડો નીકળ્યો હતો. આ લગ્ન શરણાઇઓના સૂર અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ઠાકોરજીના લગ્ન પ્રસંગનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાનના લગ્ન માણવા દ્વારકાના રુક્મિણી મંદિરના ભાવિકો જાનૈયા-માનૈયા તરીકે ઉપસ્થીત રહ્યા હતા. ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મિણીનું વિવાહ રુક્મિણીજી સાથે ઠાઠમાઠ સાથે ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો.