દહીં અને ચણાના લોટની પેસ્ટથી થશે ચહેરાને આટલા ફાયદાઓ

Curd Besan Paste: સૌંદર્ય અને ત્વચાની સંભાળ માટે પ્રાચીન કાળથી દહીં અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને હળવાશથી એક્સફોલિએટ કરે છે. જ્યારે ચણાનો લોટ વધારાનું ઓઈલ શોષી લે છે અને ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. ચણાનો લોટ ત્વચાના pH સ્તરને જાળવવામાં મદદરૂપ થાય છે, અને દહીં ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.
આ પણ વાંચો: કોહલીની સદી પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો વીડિયો થયો વાયરલ, રોહિતના આ હાવભાવે ચોંકાવ્યા
લોટ ઓઈલી સ્કીન
દહીં અને ચણાના લોટના ફાયદા: આ પેસ્ટ એક હળવા એક્સફોલિયન્ટ તરીકે કામ કરીને મૃત ત્વચાના કોષોને દૂર કરી ત્વચાને નરમ બનાવે છે. તે ત્વચાના રંગને સમાન અને નિખરેલા બનાવે છે. તેમજ કાળા ડાઘ અને પિગમેન્ટેશન ઘઢાડવાસ કરવામાં મદદ કરે છે. ચણાનો લોટ ઓઈલી સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચણાનો લોટ એ વધારાનું ઓઈલ શોષી લે છે. જ્યારે દહીં ત્વચામાં ભેજ જાળવી રાખીને તેને કોમળ બનાવે છે. દહીંના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ખીલ પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. ચણાનો લોટ ત્વચાના છિદ્રોને સ્વચ્છ રાખે છે. વધુમાં, તે સૂર્યપ્રકાશના કારણે થતા ટેનિંગ અને પિગમેન્ટેશન ઘટાડવામાં સહાય કરે છે, અને ચણાના લોટમાં રહેલું પ્રોટીન બારીક રેખાઓ અને કરચલીઓ ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે.