November 24, 2024

WhatsApp Meta AIમાં મળશે નવું ફીચર

WhatsApp Meta AI: WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. વિશ્વભરમાં 3 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. WhatsApp આજકાલ ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. છેલ્લા 6 મહિનાથી કંપની સતત નવા નવા અપડેટ લાવી રહી છે. કંપનીએ તેના પ્લેટફોર્મમાં Meta AIનું ફીચર ઉમેર્યું છે. હવે WhatsApp આ ફીચરમાં એક નવું ફીચર ઉમેરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: iPhone 15ની કિંમતમાં અચાનક મોટો થયો ઘટાડો

વૉઇસ ચેટ મોડ
WhatsApp હાલમાં Meta AI માટે વૉઇસ ચેટ મોડ પર કામ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ Meta AI નો ઉપયોગ બોલીને કરી શકશે. WhatsApp ટૂંક સમયમાં આ ફીચર આગામી અપડેટ સાથે લોન્ચ કરી શકે છે. આ ફીચરની માહિતી WABetainfo દ્વારા આપવામાં આવી છે. આ ફિચર આવતાની સાથે મેટા આઈ વોઈસ ચેટ મોડ દ્વારા પહેલા કરતા વધુ સુવિધાજનક બનશે.

આ પણ વાંચો: ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકે તો વાપરો આ મેસેજિંગ એપ્સ, મોજ પડી જશે

ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો
Wabateinfoએ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. સ્ક્રીનશોટ મુજબ, Meta Eyeનો ઉપયોગ કરતી વખતે, તમને નીચેની બાજુએ મેસેજ બારમાં જમણી બાજુએ વૉઇસ ચેટનો વિકલ્પ મળશે. WhatsApp સતત અપડેટ લાવે છે જેના કારણે તેના વપરાશકર્તાઓને પણ આ એપ વાપરવી પસંદ આવે છે. કદાચ આ જ કારણે વધારે આ એપ વધારે યુઝમાં લેવાઈ છે.