June 29, 2024

WhatsAppમાં આવશે AI ફીચર, આ રીતે કરશે કામ

WhatsApp: વોટ્સએપ પોતાના વપરાશકર્તાની પસંદગીને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ મહિનાથી નવા નવા એપડેટ લાવી રહ્યું છે. નવા નવા ફીચર્સ યુઝર્સને પસંદ પણ આવી રહ્યા છે. હવે ફરી એક વાર નવું ફીચર આવી ગયું છે. આવો જાણીએ કે હવે શું નવું ઉમેરાશે વોટ્સએપમાં.

આ આવશે ફીચર
આજના સમયમાં મોટા ભાગના લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. અંદાજે દુનિયાભરમાં 2.4 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે કંપની પણ યુઝર્સની સુવિધા વધારવા માટે નવા નવા ફીચર પર કામ કરી રહી છે. જેના કારણે લોકો પણ આ એપ સાથે જોડાયા રહે. હવે જે ફીચર આવી રહ્યું છે તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી તમે પ્રોફાઈલ ફોટો બનાવી શકો છે. આ ફીચર તમને એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે જ હશે.

આ પણ વાંચો: Elon Musk કહ્યું – સોશિયલ મીડિયા બાળકો માટે ખતરનાક

આપવામાં આવી માહિતી
Wabetainfoમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે AI Profile Photosનું ફીચર WhatsAppમાં આવી રહ્યું છે. જેમાં યુઝર્સ તેમના મૂડ પ્રમાણે ફોટો બનાવી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ 2.24.11.17 અપડેટ દ્વારા બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. યુઝર્સે પહેલા તેઓ જે પ્રકારનો ફોટો બનાવવા માંગે છે તેની વિગતો આપવી પડશે. ત્યારબાદ AI એવો જ ફોટો જનરેટ કરીને યુઝર્સને આપશે. આ સાથે થોડા સમયમાં બીજૂ ફીચર પણ આવી રહ્યું છે. જેમાં આવનારા દિવસોમાં યુઝર્સ ફોટો અને વીડિયો પર સરળતાથી રિએક્શન આપી શકશે.