November 24, 2024

વોટ્સએપમાં હવે ઇન્ટરનેટ વગર પણ આવશે મેસેજ!

અમદાવાદ: વોટ્સએપ સમયે સમયે નવા અપડેટ્સ લાવતું રહે છે. વપરાશકર્તાઓને મજા આવે એ રીતે વોટ્સએપ અપડેટ્સ થતું રહે છે. હવે તો વોટ્સએપ એવું ફીચર લઈને આવ્યું છે જેના કારણે તમે ઇન્ટરનેટ વગર પણ મેસેજ આવશે.

એપનો ઉપયોગ કરી શકશો
આવું જ એક પ્રોક્સી ફીચર વોટ્સએપમાં આપવામાં આવ્યું છે. જેના કારણે તમે નેટ વગર પણ વોટ્સએપ ચલાવી શકો છો. પરંતુ તમને સવાલ થશે કે આ ફીચર થકી તમારી પ્રાઈવસી રહેશે કે નહીં? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ફીચરનો ઉપયોગ કરતી વખતે તમારી ચિંતા કરવાની જરૂર નથી. તમારા તમામ સંચાર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે એટલે કે સંપૂર્ણપણે સુરક્ષિત તમારી ચેટ રહેશે. આવો જાણીએ કે કેવી રીતે તમે આ સુવિધાનો ઉપયોગ કરશો.

આ કરો સેટિંગ્સ
પહેલા તમે તમારા WhatsAppને ચેક કરો કે તે અપડેટ્સ થઈ ગયેલું છે કે નહીં, જો અપડેટ્સ થયું નથી તો તમારે પહેલા WhatsAppને અપડેટ્સ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે પ્રોફાઇલ પર જવાનું રહેશે. તેમાં તમારે જમણી બાજુના ત્રણ ડોટ્સ પર ટેપ કરવાનું રહેશે. હવે તમને Settings ઓપ્શન મળશે. તેના પર ટેપ કરો અને Storage & Data પર જાઓ. હવે તમને Proxy નો વિકલ્પ જોવા મળશે, તેના પર ટેપ કરો અને પ્રોક્સી સેટ કરવાનું રહેશે.

સરનામું દાખલ કરો
તમારું IP એડ્રેસ પ્રોક્સી સર્વર પ્રદાન કરનાર સેવા પ્રદાતા સાથે શેર કરવાનું રહેશે. જો, પ્રોક્સી સેટ કર્યા પછી પણ, તમે ઈન્ટરનેટ વિના સંદેશ પ્રાપ્ત કરી રહ્યાં નથી, તો સંભવ છે કે તે પ્રોક્સી અવરોધિત કરવામાં આવી છે. જો આવું થાય છે તો તમારે પ્રોક્સી એડ્રેસ પર લાંબો સમય દબાવો અને તેને કાઢી નાખો અને ત્યાર બાદ બીજું પ્રોક્સી સરનામું નાખવાનું રહેશે. આવું કરવાના કરવાથી તમે નેટ વગર પણ મેસેજ પ્રાપ્ત કરી શકો છો.