July 4, 2024

આગામી T20 World Cup ક્યારે યોજાશે, આ ટીમો ક્વોલિફાય

ICC T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે . ભારતે આ પહેલા વર્ષ 2007માં ખિતાબ જીત્યો હતો અને હવે 2024માં. 17 વર્ષ બાદ 2024માં પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ગઈ છે. ભારત સિવાય માત્ર વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ જ બે વખત આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે. ત્યારે ક્રિકેટ ચાહકોને એ સવાલ થઈ રહ્યો છે કે આગામી ટી20 વર્લ્ડ કપ ક્યારે યોજાશે.

T20 વર્લ્ડ કપ 2026
ICC દર વર્ષે ઓછામાં ઓછી એક ICC ટૂર્નામેન્ટનું ચોક્કસ આયોજન કરવાનો પ્રયાસ કરે છે. શેડ્યુલને પણ એજ રીતે સેટ કરવામાં આવે છે. T20 વર્લ્ડ કપનું દર બે વર્ષેના આયોજન કરવામાં આવે છે. મહત્વની અને ખાસ વાત તો એ છે કે 2026માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાની છે. તેની યજમાની ભારત અને શ્રીલંકા કરે છે. જો કે આ ટૂર્નામેન્ટ હજુ દૂર છે, તેનું શેડ્યૂલ પણ આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ ભારતમાં જ રમી શકે છે. T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી-માર્ચમાં આવનારા વર્ષમાં યોજાઈ શકે છે.

આ પણ વાંચો: Team India ઝિમ્બાબ્વે જવા રવાના, 6 જુલાઈથી 5 મેચની T20 સિરિઝ

આ ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે
હવે જો આપણે તે ટીમોની વાત કરીએ જે આ માટે ક્વોલિફાય થઈ ગઈ છે તેમાં પહેલા ભારત અને શ્રીલંકાનું નામ આવે છે. ભારત અને શ્રીલંકા સિવાય બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. ICC T20 રેન્કિંગ અનુસાર, ન્યૂઝીલેન્ડ આયર્લેન્ડ, અને પાકિસ્તાનની ટીમો પણ તેમાં સામેલ છે. આ તમામ ટીમોની રેન્કિંગ સારી છે.