March 19, 2025

સોનાનો ભાવ 1 લાખ રૂપિયાનો આંકડો ક્યારે પાર કરશે?

Gold Prices: સોનામાં રોકાણ કરવાનું લોકો પસંદ કરે છે. તો બીજી બાજૂ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની પાછળ ઘણા કારણો જોડાયેલા છે. ફુગાવો, ડોલરની વધઘટ અને વિશ્વભરમાં આર્થિક નીતિઓને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાનો આંકડો ક્યારે પાર કરશે?

આ પણ વાંચો: BSNLનો આવી ગયો 80 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન, મળશે આ લાભ

શું સોનું 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે?
એક રિપોટ પ્રમામે આગામી 2 થી 3 વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ઈન્ડિયામાં સોનાનો ભાવ ત્યારે જ 1 લાખ રૂપિયા થશે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ઔંસ દીઠ $3,300 થી વધુ થશે. ડોલર-રૂપિયાનો વિનિમય દર 88-89 ના સ્તરે પહોંચશે. અમૂક રિપોટ પ્રમાણે 1 વર્ષમાં સોનાનો ભાવ આસમાને પહોંચી શકે છે. રોકાણકારોનો સોનામાં રસ અકબંધ રહેશે તો આવનારા સમયમાં તે એક નવો રેકોર્ડ બનાવી શકે છે.