November 22, 2024

Lok Sabha Election: 2024 લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દા રહેશે હાવી?

Lok Sabha Election 2024

Lok Sabha Chunav 2024: લોકસભા ચૂંટણી 2024માં 96.88 કરોડ મતદાતા ભાગ લેશે. જેમાં 49.72 કરોડ પુરૂષ, 47.15 કરોડ મહિલા મતદાતા છે. આ ચૂંટણીમાં રામ મંદિર, વિકાસ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, બેરોજગારી, જાતિગત જનગણના જેવા મોટા મુદ્દાઓ હાવી રહેશે.

ચૂંચણી આયોગ આજે બપોરે ત્રણ વાગે 2024ના લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. મતદાન સાત ચરણોમાં થવાનું અનુમાન છે. લોકસભા ચૂંટણી સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઇ શકે છે.

પાંચ વર્ષમાં સાત કરોડથી વધુ મતદાતા વધ્યા
8 ફેબ્રુઆીએ જાહેર થયેલ મતદાતા યાદી અનુસાર, આ ચૂંટણીમાં 96.88 કોરોડ મતદાતા ભાગીદારી કરશે. જેમાં 49.72 કરોડ પુરૂષ, 47.15 કરોડ મહિલા અને 48 હજારથી વધુ અન્ય મતદાતા છે. મતદાતાઓનું લિંગાનુપાત 948 છે, એટલે હજાર પુરૂષ મતદાતાઓ પર 948 મહિલા મતદાતાઓ છે. કુલ વસ્તીમાં મતદાતાઓની ટકાવારી 66.76 ટકા છે.

1.84 કરોડ મતદારો એવા છે જેમની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે છે. ત્યાં જ 20 થી 29 વર્ષની વચ્ચેના મતદારોની સંખ્યા 19.74 કરોડ છે. 1.85 કરોડ મતદારો 80 વર્ષથી વધુની ઉંમરના છે, જેમાં 100 વર્ષની વય વટાવી ચૂકેલા 2,38,791 મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: PM મોદીએ લોકસભા ચૂંટણી પહેલાં દેશવાસીઓને લખ્યો પત્ર

2019ની સરખામણીમાં મતદારોની સંખ્યામાં છ ટકાથી વધુનો વધારો થયો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 89.6 કરોડ મતદારો હતા. પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 7.28 કરોડનો વધારો થયો છે. પુરૂષ મતદારો 46.5 કરોડથી વધીને 49.72 કરોડ થયા છે. એટલે કે પુરૂષ મતદારોની સંખ્યામાં 3.22 કરોડનો વધારો થયો છે. ત્યાં જ મહિલા મતદારોની સંખ્યા 43.1 કરોડથી વધીને 47.15 કરોડ થઈ છે. પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. પાંચ વર્ષમાં 4.05 કરોડ મહિલા મતદારો વધ્યા છે.

ચૂંટણીના મોટા મુદ્દા

રામ મંદિર: રામ મંદિરનો મુદ્દો આ ચૂંટણીમાં છવાયેલો રહેશે. એક તરફ ભાજપ ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાનો શ્રેય લઈ રહી છે. મંદિરના અભિષેક બાદ ભાજપના નેતાઓથી લઈને મંત્રીઓ સુધી દરેક લોકો સતત અયોધ્યા જઈ રહ્યા છે. ભાજપના નેતાઓ વિવિધ વિસ્તારોમાંથી ભક્તોને દર્શન માટે લઈ જઈ રહ્યા છે. આ મુદ્દે ભાજપને ફાયદો ન થાય તે માટે વિપક્ષ પૂરો પ્રયાસ કરશે. આ જ કારણ છે કે ક્યારેક કોઈ નેતા મંદિરની પવિત્રતા પર સવાલ ઉઠાવે છે તો ક્યારેક કોઈ નેતા કહે છે કે હવે અયોધ્યા જનારા ભક્તોની સંખ્યા ઘટીને કેટલાક હજાર થઈ ગઈ છે.

વિકાસઃ સત્તાધારી ભાજપ પણ ચૂંટણી દરમિયાન છેલ્લા દસ વર્ષમાં થયેલા વિકાસનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવશે. વીજળી, રસ્તા, પાણી અને ટેક્નોલોજી ક્ષેત્રે છેલ્લા દસ વર્ષમાં સરકારની સિદ્ધિઓનો ચૂંટણી દરમિયાન જોરદાર પ્રચાર કરવામાં આવશે. સાથે જ વિકાસના દાવાઓને પોકળ બનાવવા માટે વિપક્ષ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવશે.

આ પણ વાંચો: મોદી સરકારની નવી યોજના, આ મહિલાઓને દર મહિને મળશે રૂ.1 હજાર!

પરિવારવાદ: ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ રાજકીય પક્ષો વચ્ચે ભત્રીજાવાદના મુદ્દે રાજકીય લડાઈ ચાલી રહી છે. એક તરફ ભાજપ વિપક્ષને પરિવારલક્ષી પક્ષોનું ગઠબંધન ગણાવી રહ્યું છે. બીજી તરફ વિપક્ષે વડાપ્રધાન મોદીના પરિવાર પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે, તેને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપે ‘મોદી કા પરિવાર’ નામનું સોશિયલ મીડિયા અભિયાન પણ શરૂ કર્યું હતું.

ભ્રષ્ટાચારઃ ભાજપ સમગ્ર ચૂંટણી દરમિયાન આ મુદ્દે વિપક્ષને ઘેરતું જોવા મળશે. ચૂંટણી પહેલા ખુદ વડાપ્રધાન મોદી પોતાના ભાષણોમાં વિપક્ષી નેતાઓના ઘરો પર દરોડા દરમિયાન મળી આવેલા નોટોના બંડલનો ઉલ્લેખ કરતા રહ્યા છે. ત્યાં જ વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે કે વિપક્ષના નેતાઓ પર જ દરોડા પાડવામાં આવે છે. ભાજપમાં જોડાનાર ભ્રષ્ટાચારી સામે કોઈ પગલાં લેવાતા નથી. ચૂંટણી દરમિયાન આવા નેતાઓના નામ પણ વિપક્ષ દ્વારા સતત લેવામાં આવશે.

બેરોજગારી: વિપક્ષ પણ ચૂંટણી દરમિયાન બેરોજગારીનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવી શકે છે. ચૂંટણી દરમિયાન વિપક્ષ દ્વારા ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. ત્યાં જ શાસક પક્ષ પેપર લીક પછી સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાંની ગણતરી કરશે.

જાતિ જનગણના: રાહુલ ગાંધીથી લઈને તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ સુધીના મોટાભાગના વિપક્ષી નેતાઓ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પણ વિપક્ષ આ મુદ્દે સત્તાધારી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે. ત્યાં જ ભાજપ આ મુદ્દા પર સતત કહે છે કે દેશમાં માત્ર ચાર જાતિઓ છે. આ જાતિઓ ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો છે. ચૂંટણી દરમિયાન પણ આવા જ દાવા અને કાઉન્ટર ક્લેમ કરવામાં આવશે.

ચૂંટણી પ્રચારના ચહેરા
નરેન્દ્ર મોદી: વર્ષ 2014થી ચૂંટણી ક્યાંય પણ થાય ભાજપા માટે મુખ્ય ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હોય છે. આ ચૂંટણીમાં પણ ભાજપા માટે પ્રચારનો સૌથી મોટો ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હશે. ચૂંટણીની તારીખોના એલાન પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાબડતોડ કરોડોની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી ચૂંક્યા છે. આ દરમિયાન ઘણી રેલીઓ પણ સંબોધિ ચૂક્યા છે.

રાહુલ ગાંધી: વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તે ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પાર્ટી માટે જોરદાર પ્રચાર કર્યો હતો. આ સમયે મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેના પછી પણ રાહુલ ગાંધી પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે. વિપક્ષ તરફથી પણ સૌથી મોટો ચહેરો રાહુલ ગાંધી જ છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસના ચૂંટણી પ્રચારનો સૌથી મોટો ચહેરો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ હશે.

મમતા બેનરજી: તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનૌ સૌથી મોટો ચહેરો હશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીને 22 સીટો મળી હતી. 42 સીટોવાળું પશ્ચિમ બંગાળ ચૂંટણી તારીખોની જાહેરાત પહેલા જ ચૂંટણીના રણસંગ્રામનું કેન્દ્ર બનેલ છે.

અખિલેશ યાદવ: લોકસભા સીટો માટે ઉત્તર પ્રદેશ દેશનો સૌથી મોટો મોરચો છે. રાજ્યમાં 80 લોકસભા સીટો છે. અહીંયાની મુખ્ય પાર્ટી સમાજવાદી પાર્ટી માટે પ્રચારનો ચહેરો પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ હશે.

તેજસ્વી યાદવ: બિહારમાં વિપક્ષી મહાગઠબંધનના પ્રચારનો ચહેરો રાજદ નેતા અને બિહાર વિધાનસભાના નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ હશે.

2019માં 10 માર્ચે ચૂંટણીની જાહેરાત થઇ હતી
ગત વખતે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત 10 માર્ચ 2019માં થઇ હતી. ત્યારે દેશમાં સાત ચરણોમાં મતદાન થયું હતું અને 11 એપ્રિલના રોજ પ્રથમ ચરણનું મતદાન થયું હતું, 19 મેં ના રોજ સાતમાં એટલે છેલ્લા તબક્કાનું વોટિંગ થયુ હતું. મત ગણતરી 23 મેં ના રોજ થઇ હતી.

2019ના પરિણામો
23 મે 2019 માં આવેલ ચૂંટણી પરિણામોમાં ભાજપાને 303 સીટો મળી હતી. ભાજપા 543 સદસ્યોની લોકસભામાં બહુમતના આંકડા 272થી ઘણું આગળ હતું. આ જીત સાથે પાર્ટીએ સતત બીજી વખત સરકાર બનાવી હતી. મુખ્ય વિપક્ષી કોંગ્રેસને 52 સીટો સાથે સંતુષ્ટ થવું પડ્યું હતું. દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે)ને 24 સીટો મળી હતી. વાઇએસઆરસીપી અને ટીએમસીને 22-22 સીટો પર જીત મેળવવામાં સફળતા મળી હતી.