October 4, 2024

Paralympic 2024: હોકાટો સેમા કોણ છે? સંઘર્ષ તો એવો કર્યો કે ભલભલાને આવી જાય રુદન

Hokato Sema Wins Bronze Medal: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું અત્યાર સુધી જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતીય ટીમે 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. 12મો બ્રોન્ઝ મેડલ હોકાટો સેમાએ પ્રાપ્ત કર્યો છે. હવે તમને સવાલ થતો હશે કે આ હોકાટો સેમા છે કોણ? આવો જાણીએ અમારા આ અહેવાલમાં.

દેશ માટે મેડલ જીતીને ઈતિહાસ
હોકાટો હોટજે સેમાએ પુરુષોના શોટ પુટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પરંતુ તેની સફર ખૂબ સંઘર્ષ ભરી રહી છે. તેને ઘણી ઠોકરો ખાધી છે પરંતુ તેણે નક્કી કર્યું કે તે જીવનમાં હમેંશા આગળ વધતો રહેશે. હવે આખરે દેશ માટે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે તે માત્ર 17 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયો હતો. પરંતુ આ પછી તેનો રસ્તો સરળ ન હતો. હોકાટો વિશેષ દળોનો ભાગ હતો. તેમની ડ્યુટી LOC પર હતી. અહીં તેણે લેન્ડ માઈન બ્લાસ્ટમાં પોતાનો પગ ગુમાવી દીધો હતો.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા, ફટકારી તોફાની સદી!

ફાઇનલમાં શાનદાર પ્રદર્શન
હોકાટોએ 40 વર્ષની ઉંમરે પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેણે મેન્સ શોટ પુટ F57 કેટેગરીની ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 14.65 મીટર હતો. કટીમ ઈન્ડિયા હાલમાં મેડલ ટેલીમાં 17માં સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાના ખાતમાં 27 મેડલ છે. જેમાં 6 ગોલ્ડ 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ અત્યાર સુધીમાં મળ્યા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હાલમાં મેડલ ટેલીમાં 17માં સ્થાન પર છે. ભારતે કુલ 27 મેડલ જીત્યા છે. તેમાં 6 સોનું છે. મેડલ ટેલીમાં ચીન ટોચ પર છે. તેણે 83 ગોલ્ડ, 64 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ચીને કુલ 188 મેડલ જીત્યા છે. બ્રિટન 100 મેડલ સાથે બીજા સ્થાને છે. તેણે 42 ગોલ્ડ જીત્યા છે. ત્રીજા નંબર પર યુએસએ છે.