November 24, 2024

કોણ છે પાવેલ દુરોવ જેની ફ્રાન્સમાં ધરપકડ કરવામાં આવી?

Telegram CEO Pavel Durov: ટેલિગ્રામના સીઇઓ અને સ્થાપક પાવેલ દુરોવની શનિવારે ફ્રાન્સમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પેરિસના લે બોર્ગેટ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. હવે તમને સવાલ થશે કે પાવેલ દુરોવ કોણ છે અને તેની આવક કેટલી છે આવો જાણીએ.

પાવેલ દુરોવ કોણ છે?
પાવેલ દુરોવ એક રશિયન નાગરિક છે. તેની ઉંમર 39 વર્ષ છે. પોવેલે વર્ષ 2013માં ટેલિગ્રામની સ્થાપના કરી હતી. જ્યારે ટેલિગ્રામ એપ રશિયા, યુક્રેન અને ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાકોમાં માહિતીના આદાન-પ્રદાન માટે મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગઈ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં પાવેલ દુરોવે પર લાદવામાં આવેલી સરકારની માંગનું પાલન ન કરવાને કારણે રશિયા છોડી દીધું હતું. જોકે, બાદમાં પોવેલે તેને વેચી દીધું છે. આ પછી તે 2017માં દુબઈ ગયો હતો. વર્ષ 2021માં, દુરોવે ફ્રેન્ચ નાગરિકતા લીધી. પાવેલ દુરોવ 2023માં ટોચના અબજોપતિઓની લીસ્ટમાં હતા. 2023માં તેમની કુલ આવક આશરે $11.5 બિલિયન હતી.

આ પણ વાંચો: બોલો! મોબાઈલ યુઝર્સનો મહિને 963 મિનિટનો TALKTIME

આતંકવાદી સંગઠનોની પહેલી પસંદ ટેલિગ્રામ
એક અહેવાલમાં આપેલી માહિતી અનુસાર ISISએ 2015ના પેરિસ હુમલા માટે પોતાનો સંદેશ આપવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોવેલે આ વિશે જવાબ આપતા કહ્યું કે ‘મને લાગે છે કે આતંકવાદ જેવી ખરાબ ઘટનાઓના ડર કરતાં ગોપનીયતાનો અધિકાર વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.’ તમને જણાવી દઈએ કે રશિયન સરકાર પણ તેનો ઉપયોગ તેમના સમાચાર શેર કરવા માટે કરી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.