September 17, 2024

ભારતીય હોકી ટીમમાં પીઆર શ્રીજેશનું સ્થાન કોણ લેશે?

Replacement of PR Sreejesh in Indian Hockey Team: અનુભવી ભારતીય હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેણે રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. શ્રીજેશની ઉંમર 36 વર્ષ છે અને તેણે તેની 18 વર્ષની કારકિર્દીમાં ભારતીય હોકી માટે 336 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેની નિવૃત્તિ બાદ સૌથી મોટો સવાલ એ છે કે ભારતીય ટીમના ગોલપોસ્ટની જવાબદારી કોણ સંભાળશે? ચાલો જાણીએ કે આ ત્રણ સંભવિત ગોલકીપર વિશે જે લઈ શકે છે શ્રીજેશનું સ્થાન.

પવન મલિક
પવન મલિક ભારતીય હોકીના ઉભરતા ગોલકીપરોમાંના એક છે. રાઉરકેલામાં FIH પ્રો લીગમાં પદાર્પણ કર્યું હતું અને તેની પ્રથમ ઇનિંગમાં જ તમામ લોકોનું ધ્યાન ખેચ્યું હતું. વર્ષ ણે 2021માં ભુવનેશ્વરમાં યોજાયેલા FIH જુનિયર વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પવન મલિકને શ્રીજેશનું સ્થાન આપવામાં આવી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pawan Hockey (@pawan_malik17)

સૂરજ કરકેરા
સાત વર્ષથી સૂરજ કરકેરા રાષ્ટ્રીય ટીમનો ભાગ છે. અત્યાર સુધીમાં તેણે 43 મેચ રમી છે. વર્ષ 2017ના એશિયા કપમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો ભાગ સૂરજ કરકેરા હતા. આ સમયે તેમણે ગોલકીપિંગ કુશળતા સાબિત કરી હતી.વર્ષ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે સૂરજને શ્રીજેશનું સ્થાન આપવામાં આવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by SNS HOCKEY (@snshockey)

આ પણ વાંચો: PMએ ઓલિમ્પિક ખેલાડીઓને પૂછ્યું કોણે કહ્યું કે – મોદી મોટી મોટી વાતો કરે છે?

 

View this post on Instagram

 

A post shared by Krishan B Pathak (@pathak_12)

કૃષ્ણા બી પાઠક
ભારતીય ટીમના વર્તમાન સૌથી અનુભવી ગોલકીપર એટલે કૃષ્ણા પાઠક. વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર કૃષ્ણા અત્યાર સુધીમાં 125 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શ્રીજેશ સાથે FIH પ્રો લીગમાં રમતી વખતે તેણે વિવિધ ક્વાર્ટરમાં ગોલકીપિંગની જવાબદારી લીધી હતી. બે એશિયન ગેમ્સમાં મેડલ જીતીને પોતાની યોગ્યતા સાબિત કરવામાં સફળ રહ્યા હતા. કૃષ્ણાને હાલમાં ભારતીય ગોલકીપિંગની જવાબદારી માટે સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. સૌથી વધારે ચાન્સ કૃષ્ણા બી પાઠકના છે કે તેને શ્રીજેશનું સ્થાન મળી શકે છે.