July 4, 2024

ભારતમાં ઉપયોગમાં લેવાતા EVM કેમ હેક થઈ શકે?

EVM: ભારતમા ચૂંટણીના સમયમાં કોઈ ચર્ચાનો મુદ્દો હોય તો તે છે EVM.ફરી એક વાર ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્કે એક પોસ્ટ કરી હતી. તે બાદ EVM ફરી ચર્ચામાં આવી ગયું છે. મસ્કે પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે ઈવીએમને માણસો અથવા એઆઈ દ્વારા હેક કરી શકાય છે.

હેક કરી શકાતા નથી
છેલ્લા કેટલાક દિવસોથી EVMને લઈને વિવાદ થઈ રહ્યો છે. એલોન મસ્કના EVMને લઈને નિવેદન આપ્યા બાદ ફરી ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ચૂંટણી પંચ (ECI) પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતા EVM હેક કરી શકાતા નથી. જોકે એલોન મસ્કના દાવા બાદ જનતાના મનમાં અનેક સવાલો રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ ટ્વીટનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા EVMને કેમ હેક કરી શકાતા નથી.

આ પણ વાંચો: YouTubeમાં હવે ગૂગલ જેવું ફિચર, જાણો નવું અપડેટ

કનેક્ટ કરી શકાતું નથી
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે આ વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે એલોન મસ્કે જે EVMની વાત કરી તે મશીનનો ઉપયોગ અમેરિકામાં હાલમાં થાય છે. અમેરિકા હોય કે પછી બીજા કોઈ દેશ છે તેમાં EVMમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય છે. ભારતમાં જે EVM છે તે કોઈપણ નેટવર્ક અથવા મીડિયા સાથે કનેક્ટિવિટી ધરાવતું નથી. વધુમાં તેમણે કહ્યું કે ભારતમાં વપરાતા EVM ને ન તો બ્લૂટૂથ, વાઈ-ફાઈ કે કોઈ વાયર દ્વારા ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકાતું નથી.