વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતના છૂટાછેડાની અફવા કેમ ઉડી?

Virender Sehwag: છેલ્લા ઘણા દિવસથી વીરેન્દ્ર સેહવાગના છૂટાછેડાના સમાચાર વહેતા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને થોડા જ દિવસોમાં અલગ થઈ શકે છે. હવે તમને સવાલ ચોક્કસ થતો હશે કે બંને અલગ થવાના છે તે સમાચાર કેવી રીતે અચાનક વધી ગયા? આવો જાણીએ.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા પહોંચી ચેન્નાઈ, BCCIએ શેર કર્યો ફની વીડિયો
છૂટાછેડાની અફવા કેવી રીતે ફેલાણી?
એક અહેવાલમાં બાદ વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવત વચ્ચે છૂટાછેડા થવાની છે તે વાતે જોર પકડ્યું છે. જેમાં પરિવારના કોઈ સભ્યને ટેગ કરીને લખવામાં આવ્યું હતું કે આરતી અને સેહવાગ ઘણા સમયથી અલગ રહે છે. તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે આ બંને ડિવોર્સ આપી શકે છે. સેહવાગ અને આરતીએ ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા છે. જોકે આ વિશે કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી. એપ્રિલ 2004માં બંનેએ મેરેજ કર્યા હતા. સંતાનની વાત કરવામાં આવે તો 2 પુત્ર છે.