July 1, 2024

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને જ શા માટે ઉજવવામાં આવે છે?

International Yoga Day 2024: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે. આ વખતે 10 વર્ષ થશે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે. આવો જાણીએ.

શા માટે 21મી જૂને યોગ દિવસ ઉજવીએ છીએ?
તમને દર વર્ષએ સવાલ થતો હશે કે આ 21મી જૂને યોગ દિવસ ઉજવણી કેમ કરવામાં આવે છે. આ સાથે એ પણ સવાલ થતો હશે કે 21મી જૂનની તારીખ શા માટે પસંદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 21 જૂનને એટલા માટે યોગ દિવસની ઉજવવામાં આવે છે કેમ કે 21 જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ અયન તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસ યોગ અને આધ્યાત્મિકતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીએ માઈલસ્ટોન બનાવ્યાં, રેકોર્ડ બુક પણ સાક્ષી

જાહેરાત કરવામાં આવી
દર વર્ષે એક ખાસ થીમને ધ્યાનમાં રાખીને યોગ દિવસનનું આયોજન કરાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષના યોગ દિવસની થીમ મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. ‘મહિલા સશક્તિકરણ માટે યોગની થીમ રાખવામાં આવી છે. 21 જૂન 2015ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. લાખો લોકોએ એક સાથે યોગ કર્યા હતા. વડા પ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. જે બાદથી 21મી જૂને યોગ દિવસ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી.