મયંક યાદવ અને રેયાનને T20 સિરિઝમાં કેમ ન મળ્યું સ્થાન?
IND vs SA: ભારતીય ટીમ 8 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં 4 મેચની T20 સિરીઝ રમાવાની છે. BCCIએ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં મયક અને રેયાનને સ્થાન આપવામાં આવ્યું નથી.
જવાબદારી સૂર્યકુમાર યાદવ સંભાળશે
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. આ પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ઘણા નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે. ઘણા એવા પણ ખેલાડીઓ છે જેને સ્થાન આપવામાં આવ્યું નથી. જેમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે. કે મયંક યાદવ અને રેયાન પરાગ અને શિવમ દુબેને કેમ સિરીઝમાં પંસદ કરવામાં આવ્યા નથી તેની જાણકારી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી છે.
BCCIએ આપી માહિતી
BCCIએ માહિતી આપતા કહ્યું કે મયંક યાદવ અને શિવમ દુબે પસંદગી માટે યોગ્ય નથી કારણે કે બંને ઈજાથી પીડિત છે. રિયાન પરાગને જમણા ખભામાં ઈજા છે. શિવમ દુબે બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ પહેલા ટીમની બહાર હતો. યશ દયાલને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. જેની પાછળનું સૌથી મોટું કારણ મયંક યાદવની બાદબાકી માનવામાં આવે છે.
આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ
દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રિંકુ સિંઘ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર ખાન. યશ દયાલ.