July 2, 2024

Champions Trophy 2025 રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે?

અમદાવાદ: ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને દુબઈમાં બેઠકો ચાલી રહી છે. પાકિસ્તાન વર્ષ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન રહે છે. આ અંગે ICCના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ICCએ કહ્યું કે જો સરકારની નીતિ ભારતને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપતી નથી તો ICC ભારતની ભાગીદારી અંગે નિર્ણય લઈ શકે નહીં. જોકે, ‘હાઇબ્રિડ મોડલ’નો વિકલ્પ ઉપલબ્ધ નથી. આઈસીસીના એક સૂત્રએ શુક્રવારે પીટીઆઈ સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સૂત્રએ કહ્યું કે સરકારની નીતિને કારણે ICC ભારતની ભાગીદારીમાં દખલ નહીં કરે.

ICC દખલ નહીં કરે
સૂત્રએ કહ્યું કે, દરેક સભ્ય બોર્ડની બેઠકોમાં ચર્ચા માટે આ પ્રશ્ન ઉઠાવી શકે છે અને પછી તેના પર મતદાન કરવામાં આવશે. પરંતુ જો સરકાર (કોઈ પણ સભ્ય દેશની) સ્પષ્ટપણે કહે છે કે, તેઓ ત્યાં રમી શકતા નથી, તો ICC પાસે વિકલ્પ છે. . કારણ કે ICC બોર્ડનું વલણ એ છે કે, તે તેના સભ્યોને તેમની પોતાની સરકાર દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ નીતિ/સૂચનાની વિરુદ્ધ જવાની અપેક્ષા રાખતું નથી. આગામી વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. 2023 માં, જ્યારે ભારત સરકારે તેની ટીમને પાકિસ્તાનના પ્રવાસની મંજૂરી આપી ન હતી, ત્યારે એશિયા કપ ‘હાઈબ્રિડ મોડલ’માં યોજાયો હતો, જેમાં ભારત તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી.

હાલમાં IPLની તૈયારીઓ ચાલુ
જો ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો ICC હાઇબ્રિડ મોડલ પસંદ કરી શકે છે.જોકે, આ અંગે બધુ ફાઈનલ થઈ ગયા બાદ આખો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ભારતીય ટીમ જો પાકિસ્તાનમાં રમવા માગતી નથી તો બીજા વિકલ્પ રૂપે યુએઈમાં આંતરરાષ્ટ્રીય મેદાન પર મેચ રમી શકાય છે. આ મેચ હાઈબ્રીડ મોડલ અંતર્ગત રમવામાં આવી શકે છે. ભારતીય ટીમના મેચ દુબઈ કે અબુધાબીમાં શેડ્યુલ થઈ શકે છે. પણ આ અંગે મુખ્ય નિર્ણય ઓથોરિટી લેશે. હાલ તો ટીમના ખેલાડીઓ પાસે ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ કરતા આઈપીએલ મુખ્ય હોવાનું મનાય રહ્યું છે.