July 4, 2024

Wiproના CEO થિયરી ડેલપોર્ટે આપ્યું રાજીનામું, શ્રીનિવાસ પલિયા નવા CEO

અમદાવાદ: વિપ્રોના CEO અને MD થિયરી ડેલપોર્ટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ આ શનિવારે આ અંગેની જાણકારી આપી છે. હાલ તેમની જગ્યાએ શ્રીનિવાસ પલિયા વિપ્રોના નવા CEO અને MD હશે. આ નિર્ણય આજે લેવામાં આવ્યો છે. વિપ્રો બોર્ડે થિયરી ડેલપોર્ટના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે શ્રીનિવાસ પલિયાને આજથી જ જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છેકે, જુલાઈ, 2020થી થિયરી ડેલપોર્ટના CEO હતા.

31 મે સુધી જોડાયેલા રહેશે ડેલપોર્ટ
વિપ્રોએ BSEને આપેલી જાણકારી અનુસાર થિયરી ડેલપોર્ટ વિપ્રોની સાથે 31 મે, 2024 સુધી જોડાયેલા રહેશે. ડેલપોર્ટે પોતાના કાર્યકાળમાં વિશે વાત કરતા કહ્યું કે, મને સમગ્ર ટીમનું સમર્થન મળ્યું છે. આ સમય દરમિયાન કંપની ઘણા નાના મોટા બદલાવથી નિકળી છે. આપણે સાથે મળીને અનેક પ્રોજેક્ટમાં સફળતા મેળવી છે. વિપ્રોની સાથે કામ કરવું માટા માટે સમ્માનનો વિષય છે. સીઈઓ અને એમડીના પદ પર રહીને કંપનીની નાણાકીય સ્થિતિની સાથે કર્મચારીઓ, ક્લાઈન્ટ અને સ્ટેક હોલ્ડરોને પણ આગળ વધવાની તક આપી.

આ પણ વાંચો: Meesho અને Shopsyને ટક્કર મારવા આવ્યું Amazonનું ‘Bazaar’

30 વર્ષથી શ્રીનિવાસ પલિયા વિપ્રોથી જોડાયેલા
થિયરી ડેલપોર્ટની જગ્યાએ શ્રીનિવાસ પલિયા CEO બન્યા છે. શ્રીનિવાસ છેલ્લા 30 વર્ષથી વિપ્રો સાથે જોડાયેલા છે. તેમણે કંપનીના અનેક પદો પર કામ કર્યું છે. શ્રીનિવાસ પલિયા વિપ્રો કંઝ્યુમર બિઝનેસ યૂનિટના પ્રેસિડેન્ટ અને અમેરિકાજ 1ના CEO પર રહ્યા છે. હાલ તેમને 5 વર્ષ માટે વિપ્રોના CEO તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.

વિપ્રોની સામે પડકારો
થિયરી ડેલપોર્ટે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે કંપની અનેક મોટા પડકારો સામે જઝુમી રહી છે. વિપ્રોને સતત અંડરપરફોર્મસનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક અનેક મોટા અધિકારીઓ પોતાના પદ છોડી રહ્યા છે. CEO પહેલા ચીફ ફાઈનાશિયલ ઓફિસર પ્રવીણચંદ્ર દલાલ પણ ગત વર્ષ સપ્ટેમ્બરમાં પદ છોડ્યું હતું.