December 22, 2024

મોદીના કામથી ખુશ થઈ ઓડિશાની મહિલાએ વડાપ્રધાને આપી ભેટ

Narendra Modi: પીએમ મોદી માટે દેશની સાથે વિદેશમાં પણ પ્રેમ જોવા મળે છે. ત્યારે પીએમ મોદીની લોકપ્રિયતા કેટલી છે તેનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. ઓડિશાના સુંદરગઢમાં પીએમ મોદી માટે પ્રેમનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું, જેને જોઈને પીએમ પોતે ભાવુક થઈ ગયા અને ટ્વિટ પણ કર્યું હતું.

બીજેપી ઉપાધ્યક્ષે તસવીરો શેર કરી
બીજેપીના ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ મહિલાની તસવીરો શેર ‘X’ પર કરી હતી. ‘X’ પર લખ્યું કે તેઓ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં પાર્ટીના સભ્યપદ અભિયાન દરમિયાન એક આદિવાસી મહિલાને મળ્યા હતા. આ સમયે આ મહિલાએ મોદીનો આભાર માન્યો હતો અને 100 રૂપિયા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ આ રિ ટ્વિટ કરીને લખ્યું કે મે તેમને ના પાડી પરંતુ તેઓ તેમની વાત પર અડગ હતા. આખરે, મેં તેમની ઈચ્છાને માન આપીને 100 રૂપિયા સ્વીકાર્યા. તે ભારત અને ઓડિશા અનુભવી રહેલા પરિવર્તનનું પ્રતીક છે.

આ પણ વાંચો: 6 દિવસમાં એરલાઈન્સને 70 બોમ્બની ધમકી, સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે

હું આ સ્નેહથી ખૂબ અભિભૂત છું
બીજેપી ઉપાધ્યક્ષે તેમના ટ્વિટના આ જવાબમાં મોદીએ પણ જવાબ આપ્યો હતો. જેના જવાબમાં લખ્યું, હું આ સ્નેહથી ખૂબ અભિભૂત છું. મને હંમેશા આશીર્વાદ આપવા માટે હું અમારી સ્ત્રી શક્તિને નમન કરું છું. તેમના આશીર્વાદ મને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.