February 26, 2025

સાવરકુંડલા તાલુકાના જીરા ગામના એક મહિલા સરપંચે રાજાશાહી વખતનું ગૌચરની 675 વીઘા જમીન ખુલ્લી કરાવી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: સાવરકુંડલા તાલુકાના જીરા ગામના એક મહિલા સરપંચે રાજાશાહી વખતનું ગૌચરની 675 વીઘા જમીન ખુલ્લી કરાવી ત્યારે એક મહિલા સરપંચ શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જીરા ગામમાં જોવા મળ્યું છે.

ગૌચર ખુલ્લુ મુકવામાં આવ્યું
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ મોટી સંખ્યામાં માલધારીઓ આ ગામમાં વસવાટ કરે છે અને પોતાનું ગુજરાત પશુઓ ઉપર ચલાવે છે. ભાવનગર રાજવી કૃષ્ણકુમારસિંહજી દ્વારા અબોલ પશુઓ માટે 675 વીઘા જેવું ગૌચર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સમય જતા જતા 50 થી 60 વીઘા જેવી ગૌચરની જમીન ખુલી રહી હતી. તેના કારણે માલધારીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડતો હતો. જીરા ગામના માલધારીઓ પાસે ઘેટાં બકરા ભેંસો ગાયો જેવા નાના મોટા 1700 જેવા પશુઓ છે. ત્યારે આ અબોલ પશુઓને ચરણ માટે ગૌચરની જમીન ખુલી ન હતી. તેના કારણે અન્ય ગામમો આ ગામના માલધારીને સગા સંબંધીઓને ત્યાં જવાની નોબત આવતી હતી. અબોલ પશુઓને સાચવવા માટે તેમના બાળકોને અભ્યાસ પર પણ મોટી અસર પડતી હતી. બાળકોને પણ અન્ય ગામ અભ્યાસ માટે સાથે લઈ જવામાં આવતા હતા. ત્યારે મહિલા સરપંચ દ્વારા ગામનું ગૌચર ખુલ્લું કરાવ્યું છે. ત્યારે હવે માલધારી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢનું સૌથી પૌરાણિક મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને પહોંચ્યા

તંત્ર સામે મોરચો માંડ્યો
ગૌચરની જમીન દબાવી લેતા ગામના માલધારીઓને અબોલ પશુઓના કારણે અન્ય ખેડૂતો સાથે સામાન્ય બાબતે નાના મોટા ઝઘડાઓ થતા હતા. ત્યારે આ ગૌચરની જમીન ખુલી કરાવી છે. ત્યારે સામાન્ય બાબતે જે બોલાચાલી થતી હતી તે પણ બંધ થશે. માલધારી ને ચોમાસા દરમિયાન બહાર ગામ જવાનું થતું હતું તે હવે બંધ થશે ગામમાં જ પોતાના પશુઓને નિર્વાહ કરાવી શકશે. જીરા ગામના મહિલા સરપંચે ગૌચરની જમીન ખુલી કરાવવા સરકાર અને તંત્ર સામે મોરચો માંડ્યો હતો. અનેક વખત સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આ સરકારી ગૌચરની જમીન ખુલી કરાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા 57,700 રૂપિયા ભરીને સરકારી માપણી કરાવી હતી. હાલમાં તમામ ગૌચરની જમીન ખુલી કરાવી છે. ત્યારે પંચાયતના ખર્ચે હાલ જેસીબી દ્વારા આખાએ ગૌચરમાંથી જાડી જાખરાઓ દૂર કરવામાં આવી રહ્યા છે. એક પુણ્યનું કામ મહિલા સરપંચ કર્યું છે. ગામના ગૌચરના જમીનની વાચા આપી છે તે બદલ ન્યુઝ કેપિટલનો મહિલા સરપંચે આભાર માન્યો છે.