મહિલા ક્રિકેટમાં ‘પુરુષો’ માટે પ્રવેશ નહીં,સુપ્રીમ કોર્ટે આપ્યો એવો નિર્ણય કે બધા ચોંકી ગયા

Women From Female Cricket: ગયા વર્ષે જ પેરિસ ઓલિમ્પિક 2024 માં ઇમેન ખલીફા પર મોટો વિવાદ થયો હતો. આ વિવાદમાં એવું હતું કે ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોન સ્તર હોવા છતાં મહિલા બોક્સિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. હવે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડએ મહિલા ક્રિકેટ ટીમમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. ECBએ સ્પષ્ટપણે કહી દીધું કે તે ફ્કત મહિલા ખેલાડીઓને જ ટીમનો ભાગ બનાવશે.
આ પણ વાંચો: એશિયા કપ 2025 રદ થઈ શકે છે, મોટું કારણ આવ્યું બહાર
ECBએ શું કહી વાત
ECBએ માહિતી આપતા જણાવ્યું કે ટ્રાન્સવુમન અને મહિલાઓ ઓપન અને મિક્સ્ડ કેટેગરીમાં સાથે રમી શકે છે. એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે યુકે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સ્ત્રી હોવાની વ્યાખ્યા જૈવિક સેક્સ પર આધારિત છે. આ નિર્ણય પછી, નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં ન્યાયાધીશોએ 88 પાનાનો ચુકાદો આપ્યો છે. શુક્રવારે યોજાયેલી બોર્ડ મીટિંગમાં પણ આ નિર્ણય પર સંમતિ સધાઈ હતી. ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ફૂટબોલ એસોસિએશનો દ્વારા ગુરુવારે એક નવી નીતિ લાગુ કરવામાં આવી છે. જે હેઠળ ટ્રાન્સ મહિલાઓને મહિલા ફૂટબોલ ટીમમાં રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.