September 20, 2024

મહિલા T20 વર્લ્ડ કપ 2024 પર સંકટ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે માગી સુરક્ષાની ખાતરી

Women T20 World Cup Trophy: મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશની ધરતી પર આયોજિત થશે. ICCએ આ માટેનું શેડ્યૂલની પહેલેથી જ જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રથમ મેચ 3 ઓક્ટોબરના રમાશે. પરંતુ હવે T20 વર્લ્ડ કપ પહેલા પણ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાએ ICC સભ્યોને વિચાર ચોક્કસ કરવો પડશે.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપના આયોજન માટે દેશના સર્વિસ ચીફ પાસેથી સુરક્ષાની ખાતરી માંગી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ કામ કર્યું
મહિલા T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશના બે શહેર સિલ્હેટ અને મીરપુરમાં યોજાશે. ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ મેચો 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ જવાની છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે BCBએ બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાનને પત્ર લખીને ટૂર્નામેન્ટ યોજવા માટે સુરક્ષાની ખાતરી માંગી છે. જોકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ બાંગ્લાદેશની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જ્યાં સરકાર વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને શેખ હસીનાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. ICC આ ટૂર્નામેન્ટનું આયોજન ભારત, સંયુક્ત આરબ અમીરાત અને શ્રીલંકામાં કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: ‘જેન્ડર’ વિવાદ વચ્ચે ઈમાન ખલીફે જીત્યો ગોલ્ડ મેડલ

T20 વર્લ્ડ કપ 2024માં 10 ટીમો ભાગ લેશે
T20 વર્લ્ડ કપ 2024માં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. જેમાં ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચો રમાશે. ટુર્નામેન્ટની તમામ મેચો બે સ્થળો પર રમાશે. તેમાં ઢાકાના શેરે બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને સિલ્હેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. ICC એ મે મહિનામાં ઢાકામાં એક કાર્યક્રમમાં T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જ્યાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર અને બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાના હાજર હતી.