January 7, 2025

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ બન્યો

Worlds Third Largest Metro Network: ભારતમાં હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક બની ગયું છે. 1000 કિમી સુધી ભારતમાં મેટ્રો રેલ નેટવર્ક વિસ્તર્યું છે. ચીન અને અમેરિકા પછી ભારત હવે ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇનના વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે.
અટલ બિહારી વાજપેયીજીએ દિલ્હીના લોકોને પહેલી મેટ્રો આપી હતી. આજના સમયમાં મોદી દિલ્હીની જનતાને નવા મેટ્રો પ્રોજેક્ટ અને નમો ભારતની ભેટ આપી રહ્યા છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના ડબલ મર્ડર ગુનાનો ભેદ ઉકેલ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, આરોપીઓ પર 50,000 રૂપિયાનું હતું ઈનામ

ભારતમાં મેટ્રો નેટવર્કને લગતી ખાસ બાબતો
દિલ્હી મેટ્રોની શરૂઆત 2002માં થઈ.
11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક વિસ્તર્યું.
છેલ્લા 10 વર્ષમાં મેટ્રો નેટવર્ક 3 વખત વિસ્તર્યું.
2014માં ભારતમાં મેટ્રો રેલ નેટવર્ક 248 કિલોમીટરનું હતું જે હવે વધીને 1000 કિલોમીટર થઈ ગયું.
આજે 1 કરોડથી વધુ મુસાફરો દરરોજ મેટ્રોમાં મુસાફરી કરે છે.
2014માં મુસાફરી કરતા અત્યારે મુસાફરોની સરખામણીમાં 2.5 ગણા વધુ છે.