હરમનપ્રીત કૌર સામે કાર્યવાહી, અમ્પાયર સાથે દલીલ કરવા બદલ મળી સજા

WPL 2025: મહિલા પ્રીમિયર લીગ 2025 ની મેચ 6 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વચ્ચે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોપ-2 માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ આ વચ્ચે કેપ્ટન હરમનપ્રીત કૌર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરમનપ્રીત યુપી વોરિયર્સના એક ખેલાડી સાથે દલીલ કરતી જોવા મળી હતી. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ દલીલી કરવી તેના માટે મોંઘી પડી ગઈ હતી.
આ પણ વાંચો: પોલીસે વીરેન્દ્ર સેહવાગના ભાઈની કરી ધરપકડ, આ છે મામલો
અમ્પાયર સાથે દલીલ કરવી મોંઘી પડી
મેચ સમયે હરમનપ્રીત કૌરનો યુપી વોરિયર્સની સોફી એક્લેસ્ટોન સાથે ઝઘડો થયો હતો. આ સમયે રમનપ્રીત સોફી તરફ ઈશારો કરી રહી હતી. અમ્પાયર સાથે દલીલ પણ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સામે અમ્પાયર સાથે દલીલ કરવા અને તેમની વાત ન સાંભળવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.