WPL 2025 સિઝન ક્યારથી શરૂ થશે?
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/WPL-2025-season-start-from-February-14-watch.jpg)
WPL 2025: મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જેમાં શરૂઆતની મેચ વડોદરામાં રમાશે. તમને જણાવી દઈએ કે આ વખતે WPL મેચો દેશના ચાર શહેરોમાં રમાવાની છે. ફાઈનલ મેચ મુંબઈના મેદાન પર રમાવાની છે.
આ પણ વાંચો: IPL 2025 માટે RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, કોહલી નહીં પણ આ બેટ્સમેનને કમાન સોંપાઈ
14 ફેબ્રુઆરીથી શરૂ થશે
મહિલા પ્રીમિયર લીગની 2 સિઝન સારી રીતે પુર્ણ થયા પછી હવે ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. WPLમાં કુલ 5 ટીમ ભાગ લેશે. પહેલી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ મેચ જીતી હતી. બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. WPL 2025 ની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે અને ફાઇનલ મેચ 15 માર્ચે રમાશે. WPLમાં કુલ 5 ટીમો રમે છે, જેમાં ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે.WPL 2025 માં બધી મેચો આ વખતે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે