September 30, 2024

યશસ્વી જયસ્વાલે તોડ્યો વીરેન્દ્ર સેહવાગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ

Yashasvi Jaiswal Record: કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં તમામ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. આ મેચમાં રોહિત અને યશસ્વી જયસ્વાલે બંને એ એવો રેકોર્ડ બનાવ્યો છે જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બન્યો નથી. આની સાથે યશસ્વી જયસ્વાલની શાનદાર બેટિંગ જોવા મળી હતી. હવે વીરેન્દ્ર સેહવાગ પણ તેનાથી પાછળ રહી ગયો છે.

ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી
ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા બેટ્સમેનની વાત કરવામાં આવે તો તેમાં પંતનું સ્થાન પહેલું સ્થાન છે. હજૂ સુધી તેનો આ રેકોર્ડ કોઈ તોંડી શક્યું નથી. આજની મેચમાં જયસ્વાલ પાસે રેકોર્ડ તોંડવાની શક્યતા હતી પરંતુ જયસ્વાલ તે ચૂકી ગયો હતો. કપિલ દેવ પછી યશસ્વી જયસ્વાલ હવે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. જોકે તે આ સ્થાન પર માત્ર તે એક નથી તેની સાથે શાર્દુલ ઠાકુરનું પણ એજ સ્થાન છે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

જયસ્વાલ આઉટ થયો
આજની મેચમાં જયસ્વાલે પોતાની તોફાની ઇનિંગ્સ દરમિયાન 51 બોલમાં 72 રન બનાવી દીધા હતા. જેમાં 12 ચોગ્ગાની સાથે 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની સાથે રહેલા રોહિતે 11 બોલમાં 23 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આવતીકાલે મેચનો છેલ્લો દિવસ છે એટલે જોવાનું રહ્યું કે મેચનું પરિણામ શું રહે છે અને આખરી મેચમાં ક્યાં ખેલાડીનો નવો રેકોર્ડ બને છે.