UPના 16 લાખ સરકારી કર્મચારીઓને યોગી સરકારની મોટી ભેટ, પગારમાં થશે વધારો

DA Hike in UP: UPના CM યોગી આદિત્યનાથે રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. યોગી સરકારે રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારાને મંજૂરી આપી છે. આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થશે. જેનાથી રાજ્યના 16 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. આ વધેલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે. યુપીમાં મોંઘવારી ભથ્થું હાલમાં 53 ટકા છે, જે હવે વધીને 55 ટકા થઈ ગયું છે.
CM Yogi Adityanath-led Uttar Pradesh Government increases Dearness Allowance (DA) for State Government employees by 2% with effect from 1st January 2025 – from 53% to 55%. pic.twitter.com/5XwmDMeGjK
— ANI (@ANI) April 9, 2025
આ કર્મચારીઓને ફાયદો થશે
ભારત સરકારે 1 જાન્યુઆરી 2025 થી 7મા સુધારેલા પગાર મેટ્રિક્સ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓને મૂળ પગારના 55% ના દરે મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના કર્મચારીઓ, સહાયિત શૈક્ષણિક/તકનીકી શૈક્ષણિક સંસ્થાઓ, શહેરી સ્થાનિક સંસ્થાઓના નિયમિત અને પૂર્ણ-સમયના કર્મચારીઓ, વર્ક-ચાર્જ્ડ કર્મચારીઓ અને UGC પગાર ધોરણમાં કામ કરતા કર્મચારીઓને લાભ થશે.
સરકારનો ખર્ચ કેટલો વધશે?
રાજ્યના કર્મચારીઓને આ વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણી એપ્રિલ 2025ના પગાર સાથે મળશે. એટલે કે ચુકવણી મે મહિનામાં આવશે. આ વધેલા મોંઘવારી ભથ્થાથી સરકારને મે 2025માં વધારાના 107 કરોડ રૂપિયાનો બોજ પડશે અને બાકી રકમની ચુકવણી પર 193 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજી બાજુ, OPS કર્મચારીઓના GPFમાં 129 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. આ પછી, જૂન 2025થી સરકાર પર દર મહિને 107 કરોડ રૂપિયાનો ખર્ચનો બોજ પડશે.