November 24, 2024

યુટ્યુબર એલ્વિશ યાદવનો પર્દાફાશ, 1200 પાનાંની ચાર્જશીટ દાખલ

નોઈડા: પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણે નોઈડા પોલીસે સાપના ઝેર-એટ-રેવ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત 8 અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસને લઈને 24 સાક્ષીઓનાં નિવેદન હાલ નોંધવામાં આવ્યાં છે.

પુરાવા કોર્ટમાં રજૂ કર્યા
યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. તેની મુશ્કેલીનો અંત આવશે તેવા કોઈ અત્યારે એંધાણ જોવા મળી રહ્યા નથી. જામીન પર જેલમાંથી છૂટ્યા પછી પણ એલ્વિશ સતત ચર્ચામાં રહે છે. નોઈડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 8 અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એલ્વિશ યાદવની સામે અનેક પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ હવે OTT પર થશે રિલીઝ

એલ્વિશ યાદવ સામે ચાર્જશીટ
યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એલ્વિશ સહિત 8 લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાલ તો એલ્વિશ યાદવ જામીન પર જેલમાંથી છૂટ્યો છે. આ વચ્ચે નોઇડા પોલીસ સતત આ કેસ વિશે તપાસ કરી રહી છે. દેશભરમાં એલ્વિશની સામે નોંધાયેલ કેસને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જયપુર લેબમાંથી સાપના ઝેરની પુષ્ટિ કરતો રિપોર્ટ પણ ચાર્જશીટમાં રાખવામાં આવ્યો હતો. CAS સંબંધિત વીડિયો, કોલ ડિટેલ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા હતા. એલ્વિશ યાદવ પર NDPS એક્ટની કલમો લગતા પુરાવા ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે. જેના કારણે એલ્વિશ યાદવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

NDPS એક્ટ શું છે?
NDPSનું પૂરું નામ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ છે. આ એક્ટ તેમના પર લગાવવામાં આવે છે કે જે લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે અથવા ડ્રગ્સનું ઉત્પાદન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે કોઈ માદક દ્રવ્યોના ઉત્પાદન, ખેતી, કબજો, વેચાણ, ખરીદી અથવા સેવન જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોય અથવા શંકા થાય અને તપાસ કરતા જો આવી કોઈ માહિતી સામે આવે તો કાર્યવાહી કરવામાં આવે છે. જોકે હાલ તો આ એક્ટ હેઠળ એલ્વિશ યાદવ ચર્ચામાં આવ્યો છે.