February 23, 2025

યુવરાજ સિંહે હવામાં એવો કેચ પકડ્યો કે ચાહકોને જૂના દિવસો યાદ આવી ગયા, વીડિયો વાયરલ

Yuvraj Singh: યુવરાજ સિંહની ગણતરી બેસ્ટ ફિલ્ડરોમાં કરવામાં આવે છે. તે વાતને ફરી તેને ખરી સાબિત કરી છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં યુવરાજે બાઉન્ડ્રી લાઇન પર હવામાં એવો કેચ પકડ્યો કે બધા જોતા જ રહી ગયા હતા.

આ પણ વાંચો: IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, A થી Z સુધી બધું જાણો

યુવરાજ સિંહે ફરી એકવાર સાબિત કર્યું
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી મેચમાં, સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ભારતીય માસ્ટર્સ ટીમે શ્રીલંકા માસ્ટર્સ સામે 4 રને જીત પ્રાપ્ત કરી હતી. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ ટીમમાં રમી રહ્યા છે. આ વચ્ચે 43 વર્ષની ઉંમરે યુવરાજે એવો બોલ કેચ કર્યો કે બધા જોતાને જોતા જ રહી ગયા. હવામાં કૂદીને એક કેચ પકડ્યો જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.