યૂઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના લગ્નજીવનમાં પડી તિરાડ! ક્રિકેટરે શેર કરી ક્રિપ્ટીક પોસ્ટ
Yuzvendra Singh Chahal: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓ સોશિયલ પ્લેટફોર્મ પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. જોકે, અત્યાર સુધી આ દંપતીએ આ સમાચારો અંગે કંઈ કહ્યું નથી. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કપલ હવે અલગ રહે છે. ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે ચહલે ધનશ્રી સાથેની તેની તમામ તસવીરો તેના સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી.
યુઝવેન્દ્ર અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓને વધુ વેગ મળ્યો જ્યારે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા. છૂટાછેડાના સમાચાર વચ્ચે, ચહલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી, જેમાં લખ્યું છે, “મૌન તે લોકો માટે એક ઊંડી ધૂન છે જે તેને અવાજની ઉપર સાંભળી શકે છે.”
યુઝવેન્દ્ર ચહલે આ પહેલા 4 જાન્યુઆરીએ બીજો મેસેજ પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું, “સખત મહેનત લોકોના ચરિત્ર પર પ્રકાશ પાડે છે. તમે તમારી સફર જાણો છો. તમે તમારી પીડા જાણો છો. તમે જાણો છો કે તમે અહીં સુધી પહોંચવા શું કર્યું છે. દુનિયા જાણે છે. તમે એક ગૌરવપૂર્ણ પુત્રની જેમ ઊભા રહીને કામ કર્યું છે.”
આ પણ વાંચો: US: બ્લાસ્ટમાં AI પણ કામમાં આવ્યું, ટેસ્લાના સાયબરટ્રકને ઉડાવનારાએ ChatGPTની લીધી મદદ
તાજેતરમાં, ધનશ્રી વર્માએ પણ સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલને સમર્થન આપતા કેટલાક સંદેશા પોસ્ટ કર્યા હતા, ખાસ કરીને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમો માટે તેની પસંદગી અંગે.
યુઝવેન્દ્ર ચહલે 8 ઓગસ્ટ, 2020ના રોજ યુટ્યુબર, ડાન્સ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી હતી. બાદમાં આ દંપતીએ 22 ડિસેમ્બર, 2020 ના રોજ ગુડગાંવમાં સમારોહમાં લગ્ન કર્યા. ધનશ્રી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાની સીઝન 11 દરમિયાન જોવા મળી હતી. આ દરમિયાન ચહલ તેને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.