સુરત RTOમાં 0001 નંબર વેચાયો લાખોમાં, કિંમત જાણીને મગજ ચકરાઈ જશે
સુરત: સુરતના લોકોને મોજીલા લોકો કહેવામાં આવે છે અને સુરતી લોકો પોતાની મનપસંદ અને મનગમતી વસ્તુ મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવા પણ પીછે હટ કરતા નથી. જેનું ઉદાહરણ સુરત આરટીઓ દ્વારા યોજવામાં આવેલા RZ કારની સિરીઝના નંબરના ઇ ઓક્શનમાં જોવા મળ્યું હતું. જેમાં એક કાર ઓનરે 0001 નંબર મેળવવા માટે 11 લાખ 95 હજાર રૂપિયાની બોલી બોલી અને આ જ પ્રકારે અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે સુરતી હોય લાખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા.
સુરત શહેરના લોકો મોજીલા લોકો કહેવાય છે અને સુરતીઓને જે કોઈ પણ વસ્તુ ગમે તે મેળવવા પાછળ તેમને લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે તો પણ તેઓ પીછે હટ કરતા નથી. આવું જ કંઈક જોવા મળ્યું છે મનપસંદના વાહન રજીસ્ટ્રેશન નંબર મેળવવાના ઇ-ઓક્શનમાં. ઇ-ઓક્શનમાં એક વાહન ચાલકે RZ-0001 નંબર મેળવવા માટે 11,95,000 રૂપિયાની બોલી લગાવીને આ નંબર મેળવ્યો હતો અને જેની ચર્ચા સમગ્ર સુરતમાં થઈ રહી છે. આટલું જ નહીં આ ઓક્શનના કારણે સુરતીઓ પોતાના મનપસંદ નંબર મેળવવા માટે આ પ્રકારે લાખો રૂપિયાની બોલીને રાજ્ય સરકારની તિજોરી ભરી રહ્યા છે.
સુરત આરટીઓ દ્વારા મોટર કારના RZ સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓપ્શન યોજવામાં આવ્યું હતું. 12 થી 15 ઓક્ટોબર સુધી વાહન ચાલકો દ્વારા ઓપ્શનમાં ભાગ લેવા માટે પોતાના મનપસંદ નંબર માટે અરજી કરી હતી. જેમાં RZ સિરીઝમાં 0001 નંબર મેળવવા માટે સુરતના એક વાહન માલિકે 11,95,000 રૂપિયાની બોલી બોલીને આ નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત RZ 1111 નંબર માટે 2,22,000, RZ 3535 નંબર માટે 98,000, RZ 1010 નંબર માટે 71,000, RZ 4000 નંબર માટે 62,000, RZ 0023 નંબર માટે 51,000, RZ0007 નંબર માટે 50,000, RZ0055 નંબર માટે 42000 RZ 0026 નંબર માટે 41000 ઉપરાંત RZ0005, RZ0009, RZ0111 નંબર માટે 40,000 રૂપિયાની બોલી બોલાઈ હતી.