રામ મંદિરના ગર્ભગૃહમાં 1.5 ક્વિન્ટલ સોનાની રામાયણ સ્થાપિત કરાઈ
Gold Ramayana in Ayodha: અયોધ્યા ખાતે રામ મંદિરના ગર્ભગૃહમાં 1.5 ક્વિન્ટલ સોનાની રામાયણ સ્થાપિત કરવામાં આવી છે. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી રામાયણની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. તેનું નિર્માણ ચેન્નાઈના એક જ્વેલર દ્વારા કરવામાં આવ્યું છે. તેને ગર્ભગૃહમાં રામની મૂર્તિથી 15 ફૂટ દૂર પથ્થરની આસન પર મૂકવામાં આવ્યું હતું. તેની ટોચ પર ચાંદીના બનેલા રામનો પટ્ટાભિષેક છે. રામાયણનું વજન 1.5 ક્વિન્ટલ કરતાં વધુ છે. તાંબાથી બનેલું, દરેક પૃષ્ઠ 14 બાય 12 ઇંચનું છે. દરેક પાના પર 24 કેરેટ સોનાનો ઢોળ ચઢાવ્યો છે. તેમના પર રામ ચરિત માનસના શ્લોકો અંકિત છે. રામાયણમાં 500 પેજ પર 10,902 શ્લોક છે. તેને બનાવવામાં 151 કિલો તાંબુ અને ત્રણથી ચાર કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રામ નવમી માટે ખાસ આયોજન
રામ મંદિરમાં રામનવમી નિમિત્તે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભીડને જોતા 15થી 17 એપ્રિલ સુધી નજીકના દર્શનની વ્યવસ્થા રદ કરવામાં આવશે. અયોધ્યામાં 100 સ્થળોએ LED સ્ક્રીન પર રામ નવમીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
પ્રસાદની સાથે ORS સોલ્યુશન પણ મળશે
ઉનાળામાં રામજન્મભૂમિ પથથી મંદિર પરિસર સુધી 50 સ્થળોએ ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રસાદની સાથે ORS સોલ્યુશન પણ આપવામાં આવશે. જ્યુટ કાર્પેટ બિછાવવામાં આવશે. શેડ માટે જર્મન હેંગર લગાવવામાં આવી રહ્યા છે.