આંધ્રપ્રદેશની ફાર્મા કંપનીમાં ઝેરી ગેસ લીક, 1નું મોત; 8 હોસ્પિટલમાં દાખલ
Toxic Gas Leak: આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલી ફાર્મા ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય આઠ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
One person died and two more are in critical condition after inhaling toxic fumes in a pharma company in Anakapalli.
The incident occurred at the private company Tagoor Laboratories located at Parawada Pharma City in Anakapalli district around 4.30 pm on… pic.twitter.com/VzcJ8hGQJL
— NewsMeter (@NewsMeter_In) November 27, 2024
અહેવાલો અનુસાર, હાઇડ્રોક્લોરિક એસિડ (HCL) યુક્ત ઝેરી ગેસ ખાનગી ફાર્મા કંપની ટાગુર લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડમાંથી લીક થયો છે. આ પછી કર્મચારીઓએ અચાનક શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની ફરિયાદ કરી. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ઓછામાં ઓછા સાત લોકો ખતરાની બહાર છે.
પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર પી. નાગેશ્વર રાવે ગેસ લીક અને ત્યારબાદ મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. આ મામલે વધુ વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે. ગેસ લીક થવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ખાતર પ્લાન્ટમાં ગેસ લીક થવાને કારણે ત્રણ લોકોના મોત થયા હતા અને નવ ઘાયલ થયા હતા. 22 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ખાતર પ્લાન્ટના રિએક્ટરમાં વિસ્ફોટને કારણે ગેસ લીક થયો હતો.