મધ્ય ગાઝામાં થયેલા હુમલામાં 10 સૈનિકો મોતને ભેટ્યા
ઇઝરાયેલીની સ્થાનિક મીડિયાનું કહેવું છે કે સોમવારે સૈનિકો મધ્ય ગાઝામાં બે મકાનોને તોડી પાડવા માટે વિસ્ફોટકો તૈયાર કરી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટ થતા બે ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. તે જ સમયે, હમાસના સૈનિકો દ્વારા આરપીજી સાથે ઇઝરાયેલી સેનાની ટેન્ક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 10 સૈનિકો માર્યા ગયા છે.
મૃત્યુઆંક વધી શકે છે
ઇઝરાયેલના સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. જે તમામ ના નામો જાહેર પણ કરવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ત્રણ મહિનાના યુદ્ધમાં આ સૌથી ઘાતક ઘટનાઓમાંથી એક બની છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રતિજ્ઞા લીધી છે ઇઝરાયેલ સત્તાધારી હમાસ આતંકવાદી જૂથને કચડી નાખે અને ગાઝામાં બંધક બનેલા 100 થી વધુ બંધકોને મુક્ત ન કરે.
આ પણ વાચો: 24 કલાકમાં અમેરિકન જહાજ પર બેલેસ્ટિક મિસાઈલથી બે હુમલા
ઇજિપ્તે ઇઝરાયેલને ચેતવણી આપી
ઇજિપ્તે ઇઝરાયલને ચેતવણી આપી છે જેમાં ઇઝરાયેલ બંને દેશોની સરહદ પર સ્થિત જમીનના ટુકડા ફિલાડેલ્ફિયા કોરિડોર પર કબજો કરવાનો પ્રયાસ કરશે તો તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડી શકે છે. તમને જણાવી દઈએ કે ફિલાડેલ્ફિયા કોરિડોર ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચેનો 14 કિલોમીટર લાંબો વિસ્તાર છે. ઇઝરાયેલની સેના આ તમામ વિસ્તાર પર યોજના કરી રહી છે.
ઈરાનના અડ્ડાઓ પર બોંબમારો
ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો છે. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદીના સ્થળ પર હુમલો કર્યો છે. જોકે આ હુમલો કયારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરાયો છે. પાકિસ્તાને દાવો કરતા કહ્યું કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરી રહ્યું છે. જોકે ઈરાને આવા તમામ દાવાઓને નકારી દીધા છે.
આ પણ વાચો: ઈરાને ઈરાકમાં ઈઝરાયેલના ‘મોસાદ હેડક્વાર્ટર’ પર મિસાઈલ છોડી, 4 લોકોના મોત
મીઠા સંબંધોએ કેમ ખટાશ પકડી
1947માં પાકિસ્તાનની આઝાદી પછી પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો વધુ સારા બન્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે સવાલ એ ચોક્કસથી થાય કે શુ થયું એવું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે મીઠા સંબંધો માંથી ખટાશ જેવા સંબંધો થઈ ગયા? ઈરાનના સરકારી મીડિયાએ આપેલી માહિતી અનુસાર, ઈરાને મંગળવારે તારીખ 16-1-2024 ના પાકિસ્તાનમાં એક જેહાદી જૂથ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા પણ કરી છે.