November 24, 2024

ઈઝરાયલમાં 3 ભારતીયો બન્યા મિસાઈલ હુમલાનો શિકાર, એકનું મોત

હમાસ: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લેબનોનથી ઈઝરાયલમાં કરવામાં આવેલા એન્ટી ટેન્ક મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. એક માહિતી અનુસાર આ હુમલો ઈઝરાયેલની ઉત્તરીય સરહદની નજીક કરવામાં આવી રહ્યો છે.

ક્યાંના રહેવાસી હતા?
એક રિપોર્ટ અનુસાર આ ત્રણેય ભારતીયો કેરળના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મિસાઈલ હુમલો સોમવારે ગઈ કાલે સવારે લગભગ 11 વાગે ઈઝરાયેલના ગેલીલી વિસ્તારમાં થયો હતો. જેમાં આ 3 લોકોના મોત થયા હતા. તેમની ઓળખ બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલ્વિન તરીકે થઈ છે. હાલ જ્યોર્જને નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કર્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી હુમલામાં માત્ર એક પ્લાન્ટેશનમાં કામ કરી રહેલા ભારતીય નાગરિકના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ.

ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ
આ યુદ્ધ 7 ઓક્ટોબરથી ચાલી રહ્યું છે. એક બીજા પર રોકેટ છોડીને હુમલાઓ કરી રહ્યા છે. આ યુદ્ધના કારણે બંને દેશના લોકોના બહુ મોત થઈ ગયા હતા. આ સમયે શાળાઓ, હોસ્પિટલોમાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરે યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ ઇઝરાયેલી સેનાએ ફરી બોમ્બમારો શરૂ કરી દીધો હતો. બાકીના બંધકો હજુ પણ હમાસની કેદમાં છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલી સેનાએ ભૂલથી ગોળી મારી દીધી તેમાં 3 લોકોનો મોત થઈ ગયા હતા.