અધધ હથિયારો સાથે કુખ્યાત ગેંગસ્ટર ભીખા દુલા સહિત 4ની ધરપકડ
સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર: સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરના નામચીન ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની આદિત્યાણા પાસે આવેલી બોરીચા ગામની સીમમાં વાડીમાં પોલીસે વહેલી શુક્રવારની રાત્રિના સમયે ગુપ્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડતા ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો અને 91 લાખથી વધુ રોકડા મળી આવ્યા હતા. આ મામલે પોરબંદર એલસીબીએ ગુનો નોંધી ભીમા દુલા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભીખા દુલા વિરુદ્ધ અને ગુનાઓ પણ નોંધાયેલા છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ અન્ય પણ ગુનાઓમાં ઉમેરો કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ગત 24 તારીખે પૂર્વે બગવોદરમાં ચૂંટણીના ડખ્ખામાં થયેલી મારામારીની આરોપીને ભીમાદુલાએ પોતાના સાગરીકો સાથે મળીને કાવતરૂ રચી પગમા તથા હાથના ભાગે કોદારી વડે માર મારી ફેક્ચર ઈજાઓ પહોંચાડી હતી જે અંગે પોરબંદર એલસીબી દ્વારા અલગ અલગ સાધનની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.
પોરબંદર એલ.સી.બી દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે એલ.સી.બી ટીમને સંયુકત રાહે બાતમી મળેલ કે બોરીચા ગામે મારા-મારી કરનાર ઈસમો હાલ રાણાવાવ પોસ્ટે વિસ્તારના બોરીચા ગામના પાટીયેથી ચાલીને પસાર થવાના છે જે હકીકત આધારે 3 ટીમો બનાવી બોરીચા ગામના પાટીયા પાસે પહોચી વોચ રાખતા બાતમી મુજબના વર્ણન વારા બે ઈસમો ત્યાથી ચાલીને પસાર થયા જેથી બન્ને ઈસમોને ત્યાજ રોકી દઈ ગુના સબંધે પુછપરછ અર્થે એલ.સી.બી ઓફીસ ખાતે લાવી આગવી ઢબે પુછપરછ કરતા પોતે જ ગુનો કરેલ હોવાની કબુલાત કરી હતી અને ત્રિજો ઈસમ મસરી લખમણ ઓડેદરા હોવાની તથા સદરહુ ફરીયાદીને માર મારવા માટે પુર્વ નિયોજીત કાવતરૂ ઘડી આદિત્યાણા ખાતે રહેતા ભીમા દુલા ઓડેદરાના કહેવાથી તેના કહેવા મુજબ માર મારેલ હોવાની કબુલાત પણ આપી હતી આથી પકડવાનો બાકી આરોપી મસરી લખમણ ઓડેદરા ભીમા દુલા ઓડેદરાના ઘરે છુપાવી રાખ્યો હોવાની કહીકતના આધારે બન્ને ઈસમોને અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ હતી. કાર્યવાહી કરવામા આવેલ.
તેમજ ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે પકડવાના બાકી આરોપી મશરી લખમણ ઓડેદરા પણ છુપાવેલ હોવાની હકીકત તથ ગુનામા ભીમા દુલા ઓડેદરાની સંડોવણીની હકીકત આધારે તેના ઘરે તપાસમાં પોલીસે છ ટીમ બનાવી ટીમ દ્વારા ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે રેઈડ કરતા ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરા તથા મળી આવતા બન્નેને હસ્તગત કરી ઘરની ઝડતી તપાસ તથા સર્ચ કરતા હથીયારો જેમા બારબોર તથા એરગન તથા ધારીયા તથા કુહાડી તથા તલવાર તથા નાની છરીઓ તથા ભાલા સ્ટીક તથા નાના મોટા ધોકા તથા ગેડીયા, કાર્ટ્રીસો અને દારૂ તથા હથીયારો તેમજ 91 લાખથી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ ભીમા દુલાએ પૂર્વ ધારાસભ્યનો ભાઈ હોય તેમજ રાજકીય પીઠબળના કારણે તે પોરબંદરમાં ગેંગ ચલાવે છે. પોરબંદરમાં ગેંગસ્ટરને ત્યાં દરોડો પડતા વધુ એક વખત ગુનાખોરીની દુનિયામામં ઝૂની યાદોની ચર્ચાઓ જાગી છે.
કુખ્યાત ગેંગનો લીડર ભીમા દુલાનો ગુનાહિત ઈતિહાસ
પોરબંદરમાં ગેંગ ચલાવતા કુખ્યાત ભીમા દુલા ઓડેદરાનો ગુનાહિત ઈતિહાસ મોટો છે. ભીમા દુલા ઓડેદરા આદિત્યાણા પંથકનો ગેંગનો લિડર હોય તેણે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ચુસ્ત ટેકેદાર મુળુ મોઢવાડિયાની હત્યા કરી હતી. અને ખંડણી માંગવી, અપહરણ કરવું, તે સહિતની ગુનાહિત પ્રવૃતિમાં ભીમા દુલા સંડોવાયેલ છે. આદિત્યાણા ગામે થયેલ સંધી પિતા-પુત્રની બેવડી હત્યામાં પણ ભીમાદુલા ઓડેદરા પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોરબંદર અને આસપાસના ગામોમાં ધાક જમાવનાર ભીમા દુલા ઓડેદરાને ત્યાં પોલીસે દરોડો પાડતા હવે જૂના ગુના અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.