November 25, 2024

હળાહળ કળિયુગ! દીકરો બન્યો રાક્ષસ, 60 વર્ષની માતા પર આચર્યું દુષ્કર્મ

બુલંદશહેર: દેશભરમાંથી અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે એક ચોંકાવનારી ઘટનામાં ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે 36 વર્ષના એક વ્યક્તિને તેની 60 વર્ષની વિધવા માતા પર દુષ્કર્મ કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વરુણ મોહિત નિગમે આબિદને દોષિત ગણાવ્યો અને તેને આજીવન કેદની સજા સંભળાવી. આ ઉપરાંત તેના પર 51 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વકીલે આ વાત કહી
મળતી માહિતી અનુસાર સરકારી વકીલ વિજય શર્માએ કહ્યું, “આજે માનનીય કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મારા ઘણા વર્ષોના અનુભવમાં મેં ક્યારેય જોયું કે સાંભળ્યું નથી કે કલમ 376 જેવા ગંભીર ગુનામાં માતા રડતી હોય અને કહ્યું તેનો પુત્ર એક રાક્ષસ છે જેણે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આ કેસનો રેકોર્ડ 20 મહિનામાં નિકાલ કર્યો છે.”

ઘટના 16 જાન્યુઆરી 2023ની છે
મળતી માહિતી મુજબ આ ઘટના 16 જાન્યુઆરી, 2023 ના રોજ બુલંદશહરના એક ગામમાં બની હતી. નોંધાયેલી એફઆઈઆર મુજબ, આબિદ તેની માતા સાથે ખેતરમાંથી પશુઓ માટે ઘાસચારો લાવવા ગયો હતો. જ્યાં તેણે તેની માતા પર દુષ્કર્મ આચર્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર, માતાએ દાવો કર્યો છે કે તેનો પુત્ર ઇચ્છે છે કે તે તેના પતિના મૃત્યુ પછી તેની અને તેની પત્ની સાથે રહે. પીડિતાએ કહ્યું કે, તેના પતિના મૃત્યુ બાદ મારો પુત્ર ઇચ્છતો હતો કે હું તેની અને તેની પત્ની સાથે રહું.

આ પણ વાંચો: ‘રોમિયો-જુલિયટ જેવી છે અમારી લવસ્ટોરી’, સુકેશ ચંદ્રશેખરે જેકલીનને જેલમાંથી લખ્યો લવ લેટર

પીડિતાના નાના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી
આબિદના નાના ભાઈઓ યુસુફ અને જાવેદે તેમની માતાએ આ ઘટનાની જાણ કર્યા બાદ FIR નોંધાવી હતી.

આ કલમો હેઠળ આજીવન કેદની સજા
21 જાન્યુઆરી, 2023 ના રોજ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કારની સજા) અને 506 (ગુનાહિત ધમકી માટેની સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને 22 જાન્યુઆરીએ આબિદની ધરપકડ કરવામાં આવી હતી.