દુનિયાનું એકમાત્ર એવું મંદિર જેના નિર્માણમાં ઘીનો ભરપૂર ઉપયોગ થયો હતો
Seth Bhandashah Jain Temple: ભારતીય મંદિરોના નિર્માણમાં હંમેશા અનન્ય અને અદ્ભુત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ એક એવું મંદિર છે જેની નિર્માણ પ્રક્રિયા આશ્ચર્યચકિત કરી દેશે. અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના ભંડાસર મંદિરની, જેના નિર્માણમાં પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલું વાંચીને તમે ચોંકી ગયા હોવ તો આ વાત સાચી છે. ભંડાસર મંદિરનું નિર્માણ 15મી સદીની આસપાસ બંદા શાહ ઓસવાલ નામના ધનાઢ્ય વેપારીએ કરાવ્યું હતું. આ મંદિર જૈન ધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથને સમર્પિત દેરાસર છે.
સ્થાપત્ય કલા માટે જાણીતું મંદિર
આ મંદિર માત્ર ઘીથી બનેલું જ નહીં પરંતુ તેની આંતરિક અને સ્થાપત્ય કલા માટે પણ જાણીતું છે. ઘણા જૈન મંદિરોની જેમ, તેમાં પણ કોતરણી અને રંગબેરંગી ચિત્રો છે. આ મંદિર ત્રણ માળમાં બનેલું છે, જેમાં દરેક માળે જૈન સંસ્કૃતિનું એક અલગ પાસું દેખાય છે. શા માટે આ મંદિર પાણીને બદલે ઘી વડે બાંધવામાં આવ્યું હતું તે અંગેની એક સૌથી પ્રચલિત વાર્તા એ છે કે એક વખત જ્યારે બંદા શાહે ગામલોકોને જમીન પર મંદિર બનાવવાનું કહ્યું ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો.
આ પણ વાંચો: Most Beautiful Places: વિશ્વની 5 સુંદર જગ્યાઓને પ્રવાસીઓ કરી રહ્યા છે ખતમ
પાણીની અછત હતી
જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ગ્રામજનોએ કહ્યું કે આ વિસ્તારમાં પહેલેથી જ પાણીની તીવ્ર અછત છે, જે તેમના માટે માંડ માંડ બચી શકે છે. અને હવે મંદિર બનશે તો પાણી ઓસરી જશે અને લોકો ભૂખે મરશે. પરંતુ બંદા શાહ મક્કમ હતા અને પાણીને બદલે ઘી વડે મંદિર બનાવવાનું નક્કી કર્યું. આજે આ મંદિરને જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આસ્થા સાથે આવે છે. જો કે, પાયો ખરેખર પાણીને બદલે ઘીનો બનેલો છે કે કેમ તે શોધવા માટે કોઈ ખોદકામ કરી શકાતું નથી. પરંતુ એવું કહેવાય છે કે બાંધકામમાં ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખૂબ જ ગરમીના દિવસોમાં મંદિરનો માળ લપસણો થઈ જાય છે અને થાંભલા અને ભોંયતળિયામાંથી ઘી ટપકતું જોઈ શકાય છે.એટલું જ નહીં મંદિરમાં રીતસરની ચીકાશ અનુભવાય છે.