September 25, 2024

પ્રેમિકાને મળવા પાકિસ્તાન જતો પ્રેમી કચ્છ બોર્ડર પરથી ઝડપાયો

કચ્છઃ ગયા વર્ષે સીમા હૈદર પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી નેપાળ થઈને ભારતમાં પ્રેમી સાથે આવીને રહેવા લાગી હતી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કચ્છ બોર્ડર પરથી જમ્મુ-કાશ્મીરનો એક વ્યક્તિ ઝડપાયો છે.

યુવક ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરવાની યોજના બનાવતો હતો. ખાવડામાંથી ઈમ્તિયાઝ શેખ નામનો શખ્સ ઝડપાયો છે. સુરક્ષા એજન્સીઓએ તેને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ હાથ ધરી હતી.

ઇમ્તિયાઝની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે દેશની સીમા ઓળંગી પાકિસ્તાન જવા માગતો હતો. તેની પ્રેમિકા પાકિસ્તાનમાં રહે છે તેથી તેને મળવા જઈ રહ્યો હતો.