October 9, 2024

બરવાળામાં મેગા ડિમોલિશન, 30 વર્ષથી ખડકાયેલા દબાણો હટાવાયા

અશ્વિન, બોટાદ: બરવાળા શહેરના મુખ્ય હાઈવે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના 30 વર્ષથી વધારે સમયથી ખડકાયેલા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પરના 2.5 કિલોમીટર ના અંતરમાં 20,000 સ્કવેર કિલોમિટર જગ્યા પરના 130 જેટલા પાકા અને કાચા બાંધકામો અંદાજે કરોડોની રૂપિયાની જમીન પરના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ 3 જેસીબી મારફતે ડિમોલીશન કરી હટાવવામાં આવ્યા. મોટાભાગના દબાણો શાંતિ પૂર્ણ રીતે સ્વેચ્છાએ હટાવવાની કામગીરી કરાઈ હોવાથી મામલતદારે સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો.

બરવાળા શહેરના મુખ્ય હાઈવે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના 30 વર્ષથી વધારે સમયથી ખડકાયેલા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પરના 130 જેટલા પાકા સહિત કાચા બાંધકામો હટાવવાની મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ, બરવાળા મામલતદાર, ચીફ ઓફિસર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ જેમાં હાઈવે રોડ પરની બંને સાઈડ પરના 2. 5 કિલોમીટરના અંતરમાં પથરાયેલા 130 જેટલા ગેરકાયદેસર ધંધાકીય એકમો હટાવવામાં આવ્યા હતા.

ડિમોલીશન કામગીરીને લઈ બરવાળા મામલતદારે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી દબાણકતૉઓ પર લીટીગેશન ચાલી રહ્યું હતું જેમાં કોઈ રાહત ન મળતા કાર્યવાહી કરાઈ છે, હાઈવે પરના રોડ ડેવલોપમેન્ટ તેમજ નગરપાલિકાના રિહેબિલિટેશન ના કામો ચાલી રહ્યા છે, 20, 000 સ્કવેર કિલોમિટર જગ્યા પરના દબાણો દૂર કરાશે, સ્થાનિકોએ તેમજ દબાણકતૉઓ એ સાથ સહકાર આપી 95% જેટલું દબાણ જાતે અને સ્વેચ્છાએ હટાવી લઈ લોકોએ આપેલા સાથ સહકાર બદલ મામલતદારે અભિનંદન પાઠવ્યા હતા.