November 22, 2024

ડીસામાં લવ જેહાદની ઘટના, વિધર્મી પરિણીતાને ભગાડી ગયો; બંનેની સુરતથી ધરપકડ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ડીસામાં 11 ઓક્ટોબરે ડીસાના ભોપાનગરની પરિણીતા ગુમ થવાની ઘટના બની હતી. તેના ત્રણ દિવસ બાદ લવ જેહાદની ઘટના બની સામે આવી છે.

ડીસાના ભોપાનગરમાં રહેતી પરિણીતા નવરાત્રિ દરમિયાન ગુમ થઈ હતી. એક સંતાનની માતા એવી પરિણીતા ગુમ થતા પરિવાર દ્વારા ડીસા દક્ષિણ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. ડીસા દક્ષિણ પોલીસે એફઆઇઆર કરવાને બદલે અરજી લેતા પરિવારજનો ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા પાસે દોડી ગયા હતા. તેમની પાસે મદદની માગણી કરી હતી. ધારાસભ્યએ ડીસા દક્ષિણ પોલીસ મથકે પરિવારજનો અને હિન્દુ સંગઠનો સાથે જઈને રજૂઆત કરી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં ડીસા અને સુરતની ઉધના પોલીસે આજે આરોપીઓને ઝડપી લીધા છે.

સમગ્ર ઘટના જોઈએ તો ડીસાના ભોપાનગરમાં રહેતા પીર મહંમદ રમજાન શાહ ફકીરે નામ બદલીને મુકેશ ઠાકોર નામ ધારણ કરી અને પરિણીતાના પતિ સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. જો કે, નવરાત્રી દરમિયાન 11 ઓક્ટોબરે આ મહિલાને ઘરેથી નીકળી જવામાં બ્રેન વોશ કરેલાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે ટેક્નિકલ બાબતોને ધ્યાને રાખી ટેક્નિકલ હ્યુમન્સ ઇન્ટેલિજન્સ મારફતે અને ડીપ ડેટા એનાલિસિસ કરી અને આરોપીઓ સુધી પોલીસને પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે હાલ આરોપી એવા પીર મોહમ્મદ રમજાનશા ફકીર અને પરિણીતાને ડીસા લાવવાની તજવીજ હાથ ધરી છે.