November 21, 2024

ખાંડથી બનાવો કુદરતી બોડી સ્ક્રબ, અઠવાડિયામાં ચમકશે ત્વચા

Sugar Scrub Recipe: તહેવારોની સિઝન ચાલી રહી છે. મહિલાઓ મોંઘા મોંઘા પાલરમાં જતી હોય છે. તમારે કોઈ મોંઘા પાલરમાં જવાની જરૂર નથી. અમે તમારા માટે ઘરેલું સ્ક્રબ લાવ્યા છીએ. જે તમારા રસોડામાં જ મળી જશે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે છે સુગર સ્ક્રબ. આ સુગર સ્ક્રબથી તમે તમારી ત્વચાને પ્રાકૃતિક રીતે ઘણી હદ સુધી સુધારી શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ પ્રાકૃતિક સુગર સ્ક્રબ.

સ્ક્રબ કેવી રીતે બનાવવું?
ખાંડ, નારિયેળ તેલ અને ઓલિવ ઓઈલની મદદથી તમે આ સ્ક્રબ બનાવી શકો છો. તેના માટે તમારે એક કપ ખાંડ લેવાની રહેશે. હવે તેમાં નારિયેળ તેલ અને ઓલિવ ઓઈલ અને ટીપાં એસેન્શિયલ ઓઈલ નાખીને આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરવાની રહેશે.

આ પણ વાંચો: ટામેટાનો ફેસ પેક આ રીતે બનાવો, ત્વચાને મળશે કુદરતી ચમક

ઉપયોગ કરવાની
તમે સ્નાન કર્યા પછી ભીની ત્વચા પર આ બોડી સ્ક્રબને મસાજ કરી શકો છો. થોડી વાર મસાજ કર્યા પછી તમારે નવશેકા પાણીની મદદથી તમારે તેને સાફ કરવાનું રહેશે. જો તમારે સારું પરિણામ મેળવવું છે તો તમારે અઠવાડિયાની અંદર 3 વાર ઓછામાં ઓછું લગાવવાનું રહેશે. આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી તમારા મૃત ત્વચાના કોષોને દૂર થઈ જશે. આ સ્ક્રબનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચા ચમકી જશે. ખીલની સમસ્યા દૂર કરવા માટે તમારે આ સ્ક્રબનો ઉપયોગ કરવાનો રહેશે. સુગર બોડી સ્ક્રબ પણ તમારી ત્વચાને નરમ બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

(કોઈ પણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો)