October 19, 2024

પંતે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો, બેટિંગ કરીને આ સિદ્ધિ મેળવી

IND vs NZ: બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન પંતે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. આ સમયે તેણે કપિલ દેવનો પણ રેકોર્ડ તોંડી નાંખ્યો હતો. ત્રીજા દિવસે તે ઈજાગ્રસ્ત થયો હતો. એવું લાગી રહ્યું હતું કે તે કદાચ મેદાનમાં હાલ વાપસી નહીં કરી શકે. પરંતુ ચોથા દિવસે તે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે એવી શાનદાર બેટિંગ કરી હતી.

પંત આવ્યો બેટિંગ કરવા
ભારતીય ટીમનો ખેલાડી પંત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ત્રીજા દિવસની જેમ તેના સ્થાને ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. સરફરાઝ ખાને મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ઈજાગ્રસ્ત હોવા છતાં પંતે એક મોટો રેકોર્ડ તોંડી નાંખ્યો હતો. આવો જાણીએ આ રેકોર્ડ શું છે અને આ પહેલા આ રેકોર્ડ કોના નામે હતો.

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ
વિરેન્દ્ર સેહવાગ – 90
રોહિત શર્મા – 88
એમએસ ધોની – 78
સચિન તેંડુલકર – 69
રવિન્દ્ર જાડેજા – 66
રિષભ પંત – 62

આ પણ વાંચો: કોહલીના નામે ‘વિરાટ’ રનનો રેકોર્ડ, આંકડો પહોંચ્યો 9000 સુધી

ટેસ્ટ ક્રિકેટમાં સિક્સરમાં રેકોર્ડ
બેંગલુરુ ટેસ્ટ મેચમાં પંતે બીજી ઈનિંગમાં અત્યાર સુધીમાં 3 સિક્સર ફટકારી હતી. જેના કારણે તે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે તે 6 સ્થાન પર પહોંચી ગયો છે. આ મામલે તેણે કપિલ દેવને પાછળ છોડી દીધો છે. કપિલ દેવે 131 ટેસ્ટ મેચમાં કુલ 61 સિક્સર ફટકારી હતી. જ્યારે પંતના નામે અત્યાર સુધીમાં 62 સિક્સર નોંધાઈ ચૂકી છે. આ યાદીમાં પહેલા સ્થાન પર વીરેન્દ્ર સેહવાગનું નામ આવે છે. જેણે ટેસ્ટ ક્રિકેટમાં 103 મેચમાં 90 છગ્ગા ફટકાર્યા છે.