પંતે અડધી સદી ફટકારીને આ ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું, ધોની પણ તેમાં સામેલ
IND vs NZની મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. પંત ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. એ પછી એવું લાગી રહ્યું હતું કે તે હાલમાં તો મેદાનમાં વાપસી નહીં કરે. પરંતુ આજે ફરી તે મેદાનમાં આવ્યો હતો અને પંતે શાનદાર અડધી સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં પંતની આ 18મી અડધી સદી છે. આ યાદીના પ્રથમ સ્થાન પર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે.
આ યાદીમાં આટલામું સ્થાન
ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ અર્ધશતક ફટકારનાર વિકેટકીપરોની યાદીમાં ધોનીનું પહેલું સ્થાન આવે છે. બીજા સ્થાન પર ફારુકનું નામ આવે છે. પંતે ટેસ્ટ મેચમાં 62 ઇનિંગ્સમાં 18 અર્ધસદી ફટકારી છે. પંત હવે ફારુક એન્જિનિયરના સ્થાન પર પહોંચી ગયો છે. પરંતુ હા પંતે ફારુક એન્જીનીયર કરતા ઓછી ઇનિંગ્સ રમી રહ્યો છે. પંત પછી સૈયદ કિરમાણીનું નામ આવે છે.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે
પંત આવ્યો બેટિંગ કરવા
ભારતીય ટીમનો ખેલાડી પંત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ત્રીજા દિવસની જેમ તેના સ્થાને ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. સરફરાઝ ખાને મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ઈજાગ્રસ્ત હોવા છતાં પંતે એક મોટો રેકોર્ડ તોંડી નાંખ્યો હતો.